વડોદરા

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાઓને લઈને અવારનવાર રહીશો દ્વારા દેખાવો યોજવામાં આવે છે. તેમ છતાં વર્ષોથી શાસકોના પેટનું પાણી હાલતું નથી. જેને લઈને આખરે પૂર્વ શાસકોના વાયદાઓથી ત્રસ્ત બનેલા શહેરના વાઘોડિયા રોડના તક્ષ ગેલેક્ષીના સભ્યો દ્વારા પાણીના પ્રશ્ને સામી ચૂંટણીએ પાણી બતાવીને નેતાઓને ઢાકણી લઈને પાણીમાં ડૂબવું પડે એવી સ્થિતિમાં લાવીને મૂકી દીધા છે. આ પ્રશ્ને અવારનવાર રજૂઆતો અને દેખાવો કરીને થાકેલા તક્ષ ગેલેક્ષીના મતદારોએ સામી ચૂંટણીએ નાક દબાવીને તંત્રનું મોં ખોલાવવાનો પ્રયાસ કર્યો છે.

જેને લઈને તંત્ર અને રાજકીય પક્ષોના આગેવાનો દોડતા થઇ ગયા છે. આ રહીશો દ્વારા મુખ્ય માર્ગ પર આવેલ સોસાયટીના દ્વારા પાસે એકત્ર થઈને ભારે સૂત્રોચ્ચાર કરીને ખાલી માટલા ફોડીને પાણીના પ્રશ્ને આક્રોશ વ્યક્ત કર્યો હતો. આનેર કારણે પાણીના પ્રશ્ને પૂર્વ વિભાગમાં તક્ષ ગેલેક્ષીથી પાણીપતનો પ્રારંભ થયો છે. જે સામી ચૂંટણીઓએ પૂર્વ વિસ્તારમાં અન્યત્ર ફેલાશે એવી ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને આગામી ચૂંટણીઓ ટાણે રાજકીય પક્ષોના નેતાઓની શક્તિનું પાણી પૂર્વ વિસ્તારના રહીશો માપી લેશે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની સમસ્યા કાયમી થઇ ગઈ છે. ન તો વુંદા દ્વારા આની સવલત કરી આપવામાં આવી છે. ન તો પાલિકા દ્વારા આની સવલત કરી આપવામાં આવી છે. અગાઉ લાંબી પાઈપલાઈન નાખીને આ વિસ્તારના રહીશોને પાણીનો પુરવઠો પૂરો પાડવાની યોજના હાથ ધરાનાર હતી.

પરંતુ નપાણીયા નેતાઓને કારણે એ યોજના ખોરંભે પડી ગઈ હતી. આ સંજાેગોમાં વિસ્તારના રહીશોને આશ્વાશનથી વધુ કૈજ મળ્યું નથી.જેને લઈને રોષે ભરાયેલા તક્ષ ગેલેક્ષીના રહીશો દ્વારા દેખાવો યોજીને પાણી મામલે ઉગ્ર વિરોધ અને દેખાવો યોજવામાં

આવ્યા હતા.