આજથી સમગ્ર દેશમાં અનલોક-3 નો અમલ શરૂ,જાણો ગાઈડલાઈન 
01, ઓગ્સ્ટ 2020

દિલ્હી-

આજથી ગુજરાત સહિત દેશભરમાં અનલોક 3ની અમલીકરણ શક્ય બનશે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે અનલોક-3ની જાહેર કરેલી ગાઈડલાઈન્સ સંદર્ભે એક બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનલોક-3ની ગાઈડલાઈનનો રાજ્ય સરકાર અભ્યાસ કર્યો હતો, અને તેમાં જરૂરી સુધારા વધારા કરીને રાજ્યની પરિસ્થિતિ આધીન નિયમો બનાવ્યા હતા. અને ત્યારબાદ રાજ્યમાં શું ખોલવાના અને શું બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં 1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ થવા જઈ રહ્યું છે. રાજ્યમાં કેટલાક સુધારા વધારા સાથે કેન્દ્રની ગાઈડલાઈનનું પાલન કરાવવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકો, વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે. 

બીજી બાજુ મુખ્યમંત્રીએ નાગરિકો અને પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution