અમદાવાદ,

રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં માસ્ક પહેરવાના નિયમને લઇને સરકારે નિર્ણય કર્યો છે કે જો કારમાં એકથી વધુ વ્યક્તિ હશે તો માસ્ક પહેરવું પડશે. અન્ય વ્યક્તિ સાથે વાતચીત સમયે માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. પૂછપરછ કે ચકાસણી માટે કોઇ અધિકારી વાહન ઉભુ રાખે ત્યારે પણ માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે. જોકે હાલ કારમાં એક જ વ્યક્તિ હશે તો માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

કોરોના વાયરસની મહામારી વચ્ચે માસ્ક પહેરવું હવે જરૂરી છે તો બીજી તરફ હવે અનલૉક શરૂ થતાં લોકો બહાર આવવા લાગ્યાં છે. પરંતુ કેટલાક લોકો માસ્ક પહેર્યા વગર બહાર નિકળી રહ્યા છે. લોકોની સલામતી માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલવાનો શરૂ કર્યો છે. જેમાં 10 દિવસમાં માસ્ક ન પહેરનારા 9 હજારથી વધુ લોકો પાસેથી 16 લાખથી વધુની કિંમતનો દંડ વસૂલ્યો છે. ત્યારે હવે માસ્ક મુદ્દે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.