અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટીના કાયદા શાખાના હજારો વિદ્યાર્થીઓને અસર કરતો નિર્ણય.કાયદા શાખાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય.કાયદા શાખાની પરીક્ષાઓ ફરજિયાત પણે લેવાશે.બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ બનાવેલી એક્સપર્ટ કમિટીએ પરીક્ષા ફરજિયાત લેવા અંગેનો કર્યો નિર્ણય.ઓનલાઇન ઓફલાઇન કે ઓપન બુક એકઝામ લેવી તે અંગે નો નિર્ણય યુનિવર્સિટીઓએ પોતાના ત્યાંની પરિસ્થિતિને આધીન લેવાનો રહેશે.પરીક્ષાઓ ક્યારે અને કઈ રીતે લેવી તે અંગે ગુજરાત યુનિવર્સિટી પણ આગામી સમયમાં પોતાનો નિર્ણય જાહેર કરશે. અગાઉ કાયદા શાખાના વિધાર્થીઓ એ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી કે અમને પણ માસ પ્રમોશન આપવામાં આવે. જે ને લઈને હાઇકોર્ટ એ ગુજરાત યુનિવર્સિટી અને બાર કાઉન્સિલ ને નોટિસ ફટકારી હતી. જે બાદ બાર કાઉન્સિલ એ બેઠક યોજી અને નિર્ણય કર્યો છે કે કાયદા શાખાની પરિક્ષા લેવામાં આવશે. કેવી રીતે લેવી તે હવે યુનિવર્સિટી પોતે નક્કી કરશે અને પોતાનો નિર્ણય જાહેર કરશે.