વડોદરા, તા. ૨૭

કાંતિલ ઠંંડીને કારણે કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પશુ – પંખીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરા પર લીલી નેટ લગાવવાની સાથે તાપણાં સળગાવીને પ્રાણીઓને ઠંડીથી રક્ષણ પુરુ પાડયું હતું. તે સિવાય દિવસ દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી દસ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાતા શહેરીજનો ઠેર - ઠેર તાપણાં કરતા નજરે પડ્યા હતા. બે દિવસ પૂર્વે ઠંડીનો પારો દસ ડીગ્રી સેન્ટીગ્રેડ પહોંચી જતા કાંતિલ ઠંડીનો અહેસાસ શહેરીજનોને થયો હતો. દિવસ દરમ્યાન ઠંડીના જાેરમાં આંશિક ધટાડા વચ્ચે શહેરીજનોને સમગ્ર દિવસ દરમ્યાન ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. તે સિવાય અસહ્ય ઠંડીની અસર પશુ –પક્ષીઓ પણ અનુભવી રહ્યા હોવાથી તેમના રક્ષણ માટે કમાટીબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે પશુ – પંખીઓના પાંજરા પર લીલી નેટ લગાવાઈ હતી. તે સિવાય પ્રાણીઓના પાંજરામાં તાપણાં પણ સળગાવવામાં આવ્યા હતા.દિવસ દરમ્યાન ઉત્તર – પૂર્વ દિશા તરફથી દસ કિ.મી.ની ઝડપે ઠંડા પવન ફૂંકાવાની સાથે મહત્તમ તાપમાન ૨૮.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ ની સાથે લધુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડા સાથે તાપમાન ૧૫ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. તે સાથે જ વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ ૭૯ ટકાની સાથે સાંજે ૪૬ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૧૪.૧ મીલબાર્સ નોંધાયું હતું.