એક મહિનામાં ટ્રમ્પે ચીનના ૩૪ અને કોરોના વિશેના ૬૧ ખોટા દાવા રજૂ કર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુન 2020  |   2178

વોશિંગ્ટન, તા.૨૧ 

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ મે થી ૭ જૂન ૨૦૨૦ વચ્ચે ૧૯૨ ખોટા દાવા કર્યા છે. ટ્રમ્પે કોરોના મહામારી દરમિયાન ખોટા દાવા કરવાનુ ચાલુ રાખ્યુ અને કોરોનાને લઈને પણ ખોટા વાતો કહી.

રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે કોરોના વાઈરસ અથવા કોરોના સંકટને લઈને ૬૧ ખોટા દાવા કર્યા. લગભગ ૫ અઠવાડિયા દરમિયાન ટ્રમ્પ દરરોજ સરેરાશ ૫.૫ ખોટા દાવા કર્યા. જાકે એ પણ કÌš કે ૮ જુલાઈથી ૨૦૧૯થી લઈને અત્યાર સુધી ટ્રમ્પના ખોટા દાવાની સરેરાશ કાઢીએ તો તે દરરોજ ૭.૭ આવે છે. એટલે કે છેલ્લા ૨ મહિનામાં તેમણે સરેરાશ ઓછા ખોટા દાવા કર્યા.

ટ્રમ્પના કુલ ૧૯૨માંથી ૪૨ ખોટા દાવા ટ્‌વીટર પર કરાયા. મે મહિનામાં આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ૧૪ વાર ખોટી વાતો કહી, જ્યારે બીજા ઈન્ટરવ્યુમાં ૧૦ વાર ખોટા દાવા કર્યા.

ટ્રમ્પે કેટલાક દિવસ પહેલા કÌš હતુ કે અમેરિકામાં કોરોનાના કારણે એક લાખ ૫ હજાર લોકો મૃત્યુ પામ્યા. તેમણે કÌš કે અગાઉ કોઈ ઘટનામાં અમેરિકામાં આટલા બધા મોતને ભેટ્યા નથી પરંતુ અનુમાનિત આંકડા અનુસાર, ૧૯૧૮-૧૯ના ફ્લુ દરમિયાન ૬.૭૫ લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અમેરિકી મીડિયાની રિપોર્ટ અનુસાર, જ્યારે ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં પત્રકાર સાથે વાત કરી અથવા ફરી રિપોર્ટર સાથે વાતચીક કરી તે દિવસોમાં તેમના ખોટા દાવાની સંખ્યા વધારે જાવા મળી. રિપોર્ટ અનુસાર જ્યારથી ટ્રમ્પના દાવાને ટ્રેક કરવામાં આવી રહ્યા છે એટલે કે ૮ જુલાઈ ૨૦૧૯થી અત્યાર સુધી તે ૨૫૭૬ ખોટા દાવા કરી ચૂક્્યા છે. ૪ મે થી ૭ જૂન ૨૦૨૦ વચ્ચે ટ્રમ્પે ચીન, કોરોના વાઈરસ અને ઈકોનામીથી લઈને સૌથી વધારે ખોટા દાવા કરવામાં આવ્યા. ટ્રમ્પે કોરોના વાઈરસ ટાપિક પર ૬૧ વખત, ચીન પર ૩૪ વખત, ઈકોનામી પર ૨૨ વખત, ટ્રેડ પર ૧૮ વખત, મિલિટ્રી અને વોટિંગને લઈને ૧૬-૧૬ વખત અને સ્વાસ્થ્ય સેવા પર ૧૫ વખત ખોટા દાવા કરવામાં આવ્યા.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution