શહેરા તાલુકાના સરાડીયા નિશાળ ફળિયામાં સામાન્ય બાબતે યુવાનને લાઇટના થાંભલે બાંધીને માર મારતા મોત
02, ઓગ્સ્ટ 2024 શહેરા   |   693   |  


શહેરા તાલુકાના સરાડીયા નિશાળ ફળિયામાં ઝાડની ડાળ કાપવા જેવી નજીવી બાબતે સાત ઈસમોએ ૩૪ વર્ષીય યુવાનને લાઈટના થાંભલે બાંધીને લાકડાંના દંડાઓ તેમજ ગડદા પાટુનો માર મારતા મોત નીપજ્યુ હતુ. પોલીસે આ મામલે મુર્તકની ભાભી ની ફરિયાદના આધારે સાત જેટલા ઇસમો સામે ૧૦૩(૧) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી

શહેરા તાલુકાના સરાડીયા નિશાળ ફળિયામાં વિજય ઉર્ફે સિંગો વિક્રમ પગી એ લીમડાની ડાળ કાપી નાખતા આરત પગી સાથે ઝઘડો શરૂ થયો હતો. આરત પગી સહિત અન્ય લોકોએ ૩૪ વર્ષીય યુવાન વિજયને ગુસ્સામાં આવીને લાઈટના થાંભલે બાંધીને લાકડાના દંડાઓથી માર મારવાનો શરૂ કરી દેવા સાથે ચલાલી ગામના અન્ય ત્રણ ઈસમો પણ બાઈક પર આવી જઈને યુવાનને માર માર્યો હતો. મુતક વિજયને થાંભલા સાથે બાંધીને પાંચ કરતાં વધુ લોકોએ લાકડી ના દંડા અને ગડદા પાટુનો માર મારતા હોવાની જાણ વિજયની ભાભીને થતા બનાવ સ્થળ ખાતે આવીને દિયર વિજયને છોડવાની કોશિશ કરતા તેને પણ ત્યાંથી કાઢી મૂકી હતી. મુતક ની ભાભી પુનીબેન અરવિંદ પગી એ પોતાના દિયરને આરોપીઓના મારથી બચાવવા માટે અનેક પ્રયત્નો કરવા સાથે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળ ખાતે પહોચી જઈને વિજયને છોડાવી દીધો હતો. જાેકે આરોપીઓના મારથી વિજય ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા સાથે બેભાન થઈ ગયેલ હોવાથી તેને ૧૦૮ દ્વારા સારવાર અર્થે ગોધરા લઈ જવામાં આવતા સિવિલ હોસ્પિટલના તબિયત દ્વારા તપાસ કરતા વિજય પગીને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ મથક ખાતે મુર્તક ની ભાભી પુનીબેન અરવિંદ પગીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સરાડીયા ગામના આરત ભાઈ તીતા ભાઇ પગી, કિરણભાઈ આરત પગી, નિલેશ કિરણભાઈ , સુરેશ રમણ પગી, તેમજ ચલાલી ગામના વિક્રમભાઇ હિંમતભાઈ બારીયા , ફૂલાભાઈ વાલમભાઈ બારીયા અને પોપટ વાલમ ભાઈ બારીયા સામે નવા કાયદા મુજબ ૧૦૩(૧), ૧૨૭ (૨) સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા આ બનેલ ઘટનાને લઈને ઝીણવટ ભરી તપાસ કરવામાં આવા સાથે આરોપીઓને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.જ્યારે સરાડીયા નિશાળ ફળિયામાં સામાન્ય બાબતે ૩૪ વર્ષીય યુવાનની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution