શહેરના પશ્ચિમ વિસ્તારમાં નવી કલેક્ટર કચેરી બિલ્ડીંગ લગભગ તૈયાર થઈ ગઈ છે. હાલ નવી બનેલી આ કચેરી ખાતે ઈન્ટીરીયર નુ કામ ચાલુ હોંવાનુ જાણવા મળે છે. ત્યારે નવી બનેલી સરકાર દ્વારા મુખ્યમંત્રી દ્વારા તા.૨૫મી એ મુખ્ય મંત્રીના હસ્તે સૌથી લાંબા બ્રિજના લોકાર્પણની સાથે નવી કલેક્ટર કચેરીના બિલ્ડીંગનુ લોકાર્પણ ઉપરાંત નવી કોર્ટ બિલ્ડીંગ બન્યા બાદ પાછલા લગભગ ૬-૭ વર્ષ થી બંઘ પડેલી ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડીંગને પાલિકાને સુપ્રત કરાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.