ભારતનું વૈશ્વિક જીડીપીમાં યોગદાન ૨૦૨૯ સુધીમાં બમણું થશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, સપ્ટેમ્બર 2024  |   નવી દિલ્હી   |   6534


દેશમાં નાણાવર્ષ ૨૦૩૧ સુધીમાં વાર્ષિક રૂ.૩૦ લાખની આવક ધરાવતા પરિવારોની સંખ્યામાં ૧૧.૩ કરોડનો વધારો થશે. એટલે કે, નાણાવર્ષ ૨૦૩૧ સુધીમાં વધુ ૧૧.૩ કરોડ પરિવારોની વાર્ષિક આવક રૂ.૩૦ લાખની આસપાસ હશે તેવું યુ ગ્રો કેપિટલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત દેશમાં વાર્ષિક રૂ.૫ લાખથી રૂ.૧૦ લાખની આવક ધરાવતા મધ્યમવર્ગની સંખ્યામાં પણ વર્ષ ૨૦૩૧ સુધીમાં ૨૮.૩ કરોડનો વધારો થશે. છેલ્લા ૩૦ વર્ષમાં ભારતે ૧૬ વર્ષ દરમિયાન વાર્ષિક ૭%નો આર્થિક વૃદ્ધિદર હાંસલ કર્યો છે. અત્યારનો તબક્કો આ ઉચ્ચ વૃદ્ધિદરને ટકાવી રાખવા માટે સાનુકૂળ છે.ઉદાહરણ તરીકે, દેશનો કોર ફુગાવો નાણાવર્ષ ૨૦૨૪માં ચાર વર્ષના તળિયે છે, અત્યારની રાજકોષીય ખાધ સરપ્લસમાં છે અને ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્‌સનો ગુણોત્તર પણ માર્ચ ૨૦૨૪ સુધીમાં ૨.૮% સાથે અનેક વર્ષોના તળિયે છે. આ બધા પરિબળો પરિવારોની આવકમાં સ્થિરતામાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર દેશનું બાહ્ય સેક્ટર મજબૂત રહ્યું છે, જેમાં મુખ્ય કેટલાક સૂચકાંકોમાં સુધારો જાેવા મળી રહ્યો છે. ભારત વર્ષ ૨૦૨૭ સુધીમાં જીડીપીની દૃષ્ટિએ જર્મનીથી આગળ વધવાના ટ્રેક પર છે. જે વૈશ્વિક ફલક પર દેશની મજબૂત આર્થિક સ્થિતિનો ઇશારો કરે છે. માત્ર સ્થાનિક સ્તરે ગ્રોથ નહીં પરંતુ વૈશ્વિક વૃદ્ધિમાં પણ ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારતનું વૈશ્વિક જીડીપીમાં યોગદાન વર્ષ ૨૦૦૯ થી ૨૦૨૯ વચ્ચે બમણું થશે, જે વૈશ્વિક અર્થતંત્રમાં ભૂમિકામાં સતત વિસ્તરણ દર્શાવે છે.

તે ઉપરાંત, યુએસ ડોલરમાં દેશની માથાદીઠ જીડીપી વર્ષ ૨૦૨૯ સુધીમાં બમણી થવાનો અંદાજ છે. તેનાથી વપારશને વેગ મળશે તેમજ ભારતીય પરિવારો દ્વારા ખર્ચમાં પણ વધારો થશે. માથાદીઠ આવકમાં આ વધારાથી બિઝનેસ માટે પણ નવી તકોનું સર્જન થશે, તેનું કારણ અનેક સેક્ટર્સમાં માંગમાં વધારો જાેવા મળશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution