ચરોતરના તીર્થસ્થળ ડાકોર ખાતે પુષ્યનક્ષત્રમાં નીકળતી રથયાત્રા કોરોના મહામારીને કારણે સ્થગિત રાખવામાં આવી હતી. જાકે, આજે વહેલી સવારે મંદિરના વહીવટ વિભાગે ભગવાનને રથમાં બિરાજમાન કરી મંદિરના ઘુમ્મટ અને પરિસરમાં જ પરકમ્મા કરાવી હતી. આ વખતે કોરોનાને કારણે ડાકોરમાં રાજાધિરાજની રથયાત્રાની ૨૪૭ વર્ષની પરંપરામાં વિક્ષેપ પડ્યો હતો. જાકે, આજે વહેલી સવારે મંગળા આરતી પછી મંદિર પરિસરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોકોરના ટાકોરને તિલકવિધિ બાદ મંદિર પરિસરમાં જ વિધિવત રથનું પૂજન કર્યાં બાદ તેનાં પર બિરાજમાન કરાવી રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.