કોચ્ચી-

કેરળ સોનાની દાણચોરી કેસમાં આરોપી સ્વપ્ના સુરેશને મંગળવારે ત્રિશૂરના સરકારી મેડિલક કોલેજના ICUમાં દાખલ કરવામાં આવી છે. તેને સોમવારના રોજ છાતીમાં દુખાવો થયો હતો.

જોકે, જીએમસી અધિકારીઓએ સ્વપ્નાના ECG રિપોર્ટમાં થોડો ફેરફાર જોયો હતો. તેમણે કહ્યું કે, તેની સ્થિતિ સંતોષકારક છે. આ પહેલા ગુરુવારે કેરળ પોલીસે ઇન્ફર્મેશન ટેક્નોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં નોકરી મેળવવા માટે નકલી ડિગ્રી સર્ટિફિકેટ આપવા બદલ આવકવેરા વિભાગ હેઠળ સ્વપ્ના સામે બનાવટી ડિગ્રી બનાવના કેસમાં કેરળ પોલીસે ધરપકડ કરી હતી.

કેરળ સોનાની દાણચોરી કેસમાં આરોપી સ્વપ્ના સુરેશને મંગળવારે ત્રિશૂરના સરકારી મેડિલક કોલેજના ICUમાં દાખલ કરવામાં આવી છે. તેને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સ્વપ્નાને ત્રિશૂર જિલ્લાના વિયૂરના કેન્દ્રીય કારાગારમાં રાખવામાં આવી હતી. તેને સોમવારના રોજ છાતીમાં દુખાવો થયો હતો.