વડોદરા

બીસીએ દ્વારા વડોદરાના સ્પીન બોલરોને તાલીમ અને બોલિંગમાં ઈમ્પ્રુવમેન્ટ આવે તે ઉદ્દેશ સાથે ભારતીય ટીમના પૂર્વ સ્પીનર લક્ષ્મણ શિવરામ કૃષ્ણનને આમંત્રિત કર્યા છે. તેઓ આવતીકાલથી ૧૦ દિવસ સુધી તમામ એજ ગ્રૂપના ૪૦ જેટલા સ્પીન બોલરોને માર્ગદર્શન આપશે.

બીસીએ દ્વારા ક્રિકેટિંગના ઈમ્પ્રુવમેન્ટ માટે વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના સેમિનાર સાથે ક્રિકેટ ક્ષેત્રના દિગ્ગજાે સાથે ચર્ચાવિચારણા સત્ર વગેરેનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત વડોદરા વિવિધ એજ ગ્રૂપના સ્પીનરોને માર્ગદર્શન મળી રહે તે માટે ૧૯૮૩થી ૧૯૮૬ સુધી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય એવા લીજેન્ડરી લેગ સ્પીનર લક્ષ્મણ શિવરામ ક્રૃષ્ણને આમંત્રિત કર્યા છે. બીસીએ દ્વારા ૧૦ દિવસના આ કેમ્પ માટે ૪૦ જેટલા બોઈઝ અને ગર્લ્સ ટીમના પ્લેયરોની પસંદગી કરવામાં આવી છે. આવતીકાલથી લીજેન્ડરી લેગ સ્પીનર લક્ષ્મણ શિવરામ કૃષ્ણન મોતબાગ કે એફબી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તમામ સ્પીન બોલરોને ઓબ્ઝર્વ કરશે અને માર્ગદર્શન આપશે તેમજ કેવી રીતે અસરકારક બોલર બની શકાય તે માટે જરૂરી સૂચન કરશે.