કોરોના રસીના નામે ફોન હેક કરવાનો કિમીયો જાણો, કેમ લોકોને સર્તક રહેવા અપીલ કરાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, સપ્ટેમ્બર 2021  |   1386

અમદાવાદ-

કોરોના રસીકરણ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી જરૂરી બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં છે. પરંતુ જાે તમને દસ નંબરના આંકડા પરથી ફોન આવે તો ચેતી જજાે. જેમા ફોન ઉપર પૂછવામાં આવે છે કે, તમે કોરોના વેક્સિન લીધી છે? જાે કોરોના વેક્સિન લીધી હોય તો ૧ નંબર દબાવો. ૧ નંબર દબાવવામાં આવતાં જ ફોન હેક અથવા તો બ્લોક થઈ જાય છે. જે બાદ તેઓ તમારા ફોનમાંથી મહત્ત્વની માહિતી મેળવી લે છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી છેતરપિંડી કરતા શખ્સોથી બચવા સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. જાેકે, સાયબર ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે, કોરોના વેક્સિનેશનના નામે કરાતા ફોનથી પૈસા ગુમાવ્યા હોવાની ફરિયાદ હજૂ સુધી આવી નથી.આજકાલ દરેક પ્રોડક્ટ અને સર્વિસ માટે કસ્ટમર સપોર્ટ અવેલેબલ છે, તેથી કોઈપણ સમસ્યા થવા પર યુઝર્સ તરત જ કસ્ટમર કેર નંબર શોધવા લાગે છે. સાયબર ક્રાઈમ કરનારાઓએ પહેલેથી જ ઈન્ટરનેટ પર કસ્ટમર સપોર્ટના નામે પોતાનો નંબર સબમિટ કર્યો હોય છે. યુઝર્સ એને જ કસ્ટમર કેર સપોર્ટ સમજીને કોલ કરે છે. ત્યાર બાદ ફેક કસ્ટમર કેર એક્ઝક્યુટિવ તરીકે ગુનેગાર યુઝર્સની પર્સનલ ડિટેલ લઈ ફ્રોડ કરે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન, જેમ કે ગૂગલ પે, ફોન પેના સૌથી વધારે ફેક કસ્ટમર કેર નંબર ઈન્ટરનેટ પર રજિસ્ટર થયા છે. એના માધ્યમથી ગ્રાહકો પોતે જ સાયબર ગુનેગારો સુધી પહોંચી રહ્યા છે.રોજબરોજ કોઇને કોઇ સાથે ઓનલાઇન છેતરપિંડી થતી હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે છેતરપિંડીનો વધુ એક કીમિયો પ્રકાશમાં આવ્યો છે. કોરોના રસીના નામે નાગરિકો સાથે ફ્રોડ શરૂ થયુ છે. ગઠિયાઓ લોકોને ફોન કરીને કોરોનાની રસી લીધી છે કે નહીં? તેવું પૂછીને રસી લીધી હોય તો ૧ નંબર દબાવવા કહેવામાં આવે છે. આ પ્રકારે ૧ નંબર દબાવાય તો ફોન હેક થઈ જાય છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution