અમદાવાદ, સ્કૂલમાં કૉમ્પ્યુટરનું શિક્ષણ પણ આપવામાં આવે છે, પરંતુ કોમ્પ્યુટર ફી છેલ્લા ૧૭ વર્ષથી ૫૦ રૂપિયા લેવામાં આવે છે અને સ્કૂલોને કોમ્પ્યુટર માટે શિક્ષકો રાખવા પડે છે. જેને વધુ પગાર ચૂકવવો પડે છે. જેથી હૃન્ટેફ સ્કૂલોમાં કોમ્પ્યુટરના શિક્ષક આપવા તથા કોમ્પ્યુટર શિક્ષણની ફીમાં ૧૦૦ રૂપિયા પ્રતિ માસ વધારો કરવા માંગણી કરવામાં આવી છે.રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, રાજ્યમાં ૧૭ વર્ષથી ધોરણ ૮માં કોમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવે છે. જે માટે ફી પણ પ્રતિ માસ ૫૦ એટલે વાર્ષિક ૬૦૦ રૂપિયા લેવામાં આવે છે. સ્કૂલોએ કોમ્પ્યુટર માટે શિક્ષક પણ રાખવા પડે છે.ઉપરાંત સરકારે આપેલા કોમ્પ્યુટર પણ ખૂબ જૂના છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે શાળા સંચાલકોને ખર્ચો વધી રહ્યો છે.સરકાર કોમ્પ્યુટર શિક્ષણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોને શિક્ષક ફાળવે, કોમ્પ્યુટરની ફી ૫૦ રૂપિયા છે, તે વધારીને ૧૫૦ એટલે કે વાર્ષિક ૬૦૦થી વધારીને ૧૮૦૦ રૂપિયા કરવામાં આવે તથા જૂના કોમ્પ્યુટરની જગ્યાએ નવા કોમ્પ્યુટર આપવામાં આવે અને ૧૧ની જગ્યાએ ૨૦ કોમ્પ્યુટર આપવા તેવી માંગણી કરવામાં આવી છે.