વડોદરા-

મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે ભાજપમાં વિવિધ વોર્ડમાં સેન્સ લેવાની પ્રક્રિયાનો રવિવારથી પ્રારંભ થયો છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા 19 વોર્ડમાં 76 ઉમેદવારો માટે ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વડોદરા મહાનગરમાં 3 સભ્યોની 5 ટિમો બે દિવસ સુધી વ્યક્તિગત અને સામુહિક રીતે સાંભળશે. ટિકિટ વાંછુકોના સોશિયલ મીડિયા એકાઉન્ટની વિગતો પણ ચેક કરવામાં આવશે, તે કેટલો સક્રિય છે તે જોવામાં આવશે.