હરણી હોડીકાંડમાં ૧૨ માસૂમો અને ૨ શિક્ષિકાઓના મોત બાદ સફાળું જાગેલું વડોદરા કોર્પોરેશન હવે શહેરના તમામ તળાવો અને કેનાલોની સુરક્ષા સુનિશ્ચિત કરવા નીકળ્યું છે. તળાવના ઊંડા પાણીની નજીક કોઈ જાય નહીં તે માટે કિનારે ચેતવણીના બોર્ડ અને ફેન્સિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી લોકો માટે ખુલ્લું રખાયેલું બાપોદ તળાવની ફરતે તાબડતોબ ફેન્સિંગ શરૂ કરવામાં આવ્યું છે.