વડોદરા, તા. ૧૨

મધ્યપ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમા બંદોબસ્ત જાળવવા માટે વડોદરા હોમગાર્ડ યુનિટના આશરે ૫૦૦ જેટલા જવાનોને તથા પાંચ હોમગાર્ડ અધિકારીઓ મધ્યપ્રદેશના અલીરાજપુરા ખાતે બોલાવવામાં આવ્યા છે.

એસપી કમલેશ વસાવાના નેજા હેઠળ વડોદરાના હોમગાર્ડ જવાનો કુબેર ભવન ખાતે આવી પહોંચ્યા હતા. પોતાની સાથે લગેજ તેમજ ખાણીપીણીની વ્યવસ્થા સાથે સરકાર દ્વારા તેઓની આવા જવાની વ્યવસ્થા માટે ૧૫ જેટલી બસની વ્યવસ્થા કરવામાં આવી તેમા બેસી મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે રવાના થશે. ત્યાં પહોંચ્યા બાદ વડોદરાના ૫૦૦ જેટલા હોમગાર્ડ જવાનોને અલગ અલગ ટીમો બનાવી મધ્યપ્રદેશના પોલીસની સાથે ઇલેક્શનના ભાગરૂપે કાયદો વ્યવસ્થા જાળવવા માટે મૂકવામાં આવશે.

૧૭ નવેમ્બરના રોજ મધ્યપ્રદેશ ખાતે ઇલેકશન હોવાના કારણે વડોદરાના હોમગાર્ડ જવાનોને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે બોલાવવામાં આવ્યા છે જ્યા તેઓ ઇલેકશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની સાથે મદદરૂપ બનશે. હોમગાર્ડ જવાનો આજે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે જવા નીકળશે.