/
મહેસાણામાં બની શકે છે એરપોર્ટ, રાજ્યસભાના સાંસદે કેન્દ્ર સરકારને કરી રજૂઆત

મહેસાણા-

હવાઈમથક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલાએ મહેસાણા એરોડ્રામની મુલાકાત લીધી હતી. ઉત્તર ગુજરાતના સૌથી વિકસિત શહેર મહેસાણા સહિત જિલ્લામાં વેપાર-ધંધા, ઉદ્યોગ, વિદેશી પ્રવાસીઓની માગ છે કે મહેસાણામાં પણ એક એરપોર્ટ બનવું જોઈએ. આને ધ્યાનમાં રાખી રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલાએ મહેસાણા એરોડ્રામની મુલાકાત લીધી હતી. અને કેન્દ્ર સરકારને એરપોર્ટ બનાવવા અંગે રજૂઆત કરી હતી. અહીં ગુજસેલ અને બ્લ્યૂરે કંપનીના ઉડ્ડયન ટેક્નિશિયન અને પાઈલટ ટ્રેનર્સ તેમ જ અહીં પાઈલટની તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરી. આ સાથે એરપોર્ટની સિદ્ધિઓ વિશે પણ ચર્ચા થઈ અને આગામી સમયમાં મહેસાણામાં વિમાનમથક બને એનો પ્રસ્તાવ એવિએશન મંત્રાલયને કરવામાં આવશે.મહેસાણામાં પણ ઘરેલું હવાઈમથક એટલે કે એરપોર્ટ બને તે માટેના તમામ પ્રયાસો શરૂ કરાયા છે. રાજ્યસભાના સાંસદ જુગલજી લોખંડવાલાએ મહેસાણા એરોડ્રોમની મુલાકાત લીધી હતી. અહીં એરપોર્ટ બનાવવા અંગે સાંસદે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution