લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવી ચેનલો નું વિલીનીકરણ, નવી ચેનલ નું નામ "સંસદ ટીવી"
02, માર્ચ 2021 891   |  

દિલ્હી

લોકપ્રિય રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવી ચેનલોને મર્જ કરવાનો અને નવી બોડીનું નામ 'સંસદ ટીવી' રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા અભિયાન માટે મુખ્ય વહીવટી અધિકારી તરીકે, પૂર્વ વહીવટી અધિકારી રવિ કૂપરની નિમણૂક કરવામાં આવી છે. આ આદેશ એક વર્ષ માટે અથવા પછીના ઓર્ડર સુધીનો રહેશે.

ડિજિટલ મીડિયાની વધતી ભીડ અને મૂંઝવણમાં રાજ્યસભા અને લોકસભા ચેનલોના કાર્યક્રમો અને વિવિધ વિષયો પરની વિદ્વાન રજૂઆતોને, છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને સોશિયલ મીડિયા પર નાગરિકોનો મોટો પ્રતિસાદ મળ્યો છે. નાગરિકો હવે લોકપ્રિય રાજ્યસભા અને લોકસભા ચેનલો નો, સંસદ ટીવી ની નવી ચેનલ માં અનુભવ કરી શકશે


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution