જેમને અવકાશી ઘટનાઓ નિહાળવાનો શોખ હોય તેમના માટે આજનો દિવસ મહત્વનો હતો. આજે, વર્ષના સૌથી લાંબા દિવસે આ વર્ષનું આ પહેલું અને છેલ્લુ સૂર્યગ્રહણ નિહાળવાની એરી તક હતી. આમ તો આ કંકણાકૃતિ ગ્રહણ હતું પણ તે ઘણાખરા વિસ્તારોમાં દેખાવાનું નહતું. પણ આખાવરસમા આ પહેલી અને છએલ્લી તક હતી. તેથી બધા દેશોના ખગોળપ્રેમીઓ અને વેધશળાઓ પોતપોતાની રીતે તૈયાર થઇ ગયા હતા. ગુજરાત સહિત ભારતમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ હોઇ સૂર્યગ્રણના નિરીક્ષણમાં વાદળો વિલન બને તેવી ભારે શક્યતા હતી. ક્યાક વરસાદની પણ બીક હતી. છતાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ખગોળપ્રેમીઓની ઉત્કંઠા સંતાષાઇ હતી. હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં કંકણાકૃતિ સૂર્યગ્રહણ દેખાયું હતું. પણ મધ્ય અને દક્ષિણ ભારતમાં તે ખંડગ્રાસ સ્વ\પે દેખાયું હતું.જ્યાં કંકણાકૃતિ ગ્રહણ દેખાયું હતું ત્યાં સૂર્ય પુરેપુરો ઢંકાઇ ગયો હતો અને કંકણ આકારમા તેજસ્વી રીંગ જાવા મળી હતી બાકીના વિસ્તારોમાં સૂર્યનો ૭૫ ટકા ભાગ ઢંકાયેલો દેખાયો હતો.