જેવી રીતે સરકારે ગુજરાતના ગામડે ગામડે પાણી પહોંચાડવા માટે નર્મદા કેનાલ બનાવી છે. તેવી જ રીતે વડોદરા કોર્પોરેશને ઠેર ઠેર ગંદકી ફેલાવવા માટે કચરાની કેનાલ બનાવી છે. હાલમાં કચરા કેનાલનું કામ પ્રાયોગિક ધોરણે પ્રિયા ટોકિઝથી શરૂ કરવામાં આવ્યુ છે. જે આગામી દિવસોમાં આગળ ધપાવવામાં આવશે. કોર્પોરેશનના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટને વેગ આપવા માટે કચરા ગાડીઓ પુરજાેશમાં કામ કરી રહી છે. આશા છે કે, આગામી લોકસભાની ચુંટણી પહેલા કચરા કેનાલનું લોકાર્પણ થઈ જશે.