ન્યુયોર્ક-

એટાર્કટિકામાં એકવાર ફરી વૈજ્ઞાનિકો માટે પડકારપૂર્ણ ઘટના સામે આવી છે. હજારો કિલોમીટર વર્ગમીલ વિસ્તારમાં ફેલાયેલી બરફની સફેદ ચાદર ઉપર વિચિત્ર આકૃતિ ઉભરી આવી છે. આ આકૃતિને જાેયા પછી એવું લાગે છે કે ઝડપથી કોઇ વસ્તુ ખસડાઇને નીચે તરફ ઉતરી છે. આકૃતિમાં દાંતાવાળી આકૃતિ બનેલી છે. નાસાના વૈજ્ઞાનિકો બરફ ઉપર બનેલી મીલો લાંબી દાંતાવાળી આકૃતિની તપાસ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇ નિષ્કર્ષ નિકળી શક્યું નથી. એક્સપ્રેસ ડોટ કો ડોટ યૂકેના રિપોર્ટ અનુસાર પ્રતીત થાય છે કે આ તસવીર કોઇ વસ્તુ ટકરાતા બની છે.

જાણકારોના અનુમાન લગાવી રહ્યા છે કે કોઇ વસ્તુ ઝડપથી નીચે ઉતરી હશે, જેના લીધે બરફમાં આવી આકૃતિ બની છે. નાસાના વૈજ્ઞાનિકોના અનુસાર આ દુર્લભ ગ્લેશિયર છે. નાસાના વૈજ્ઞાનિક ડો કેલી બ્રંટના અનુસાર મૈકમુર્ડો સાઉન્ડના જામેલા સમુદ્રમાં દાંતાવાળા બરફની સપાટી પર માઇલો દૂર લાંબી દિવાલ જાેવા મળે છે. આ એક દુર્ભલ પ્રકારનું ગ્લેશિયર છે જે જામેલા સમુદ્રોમાં માઉન્ટ અરેબસથી વહેનાર લાખો ટન બરફને મળે છે.

જાેકે 28 નવેમ્બર 1979 ના રોજ એર ન્યૂઝીલેંડની ઉડાન ઓકલેંડ એરપોર્ટથી રવાના થઇ હતી. ઉડાનના થોડા કલાકો બાદ જ વિમાનના પાયલોટોએ સારા હવામાન અને સ્પષ્ટ દ્રશ્યતાનો રિપોર્ટ આપ્યો હતો પરંતુ જેવું જ વિમાન માઉન્ટ એરબેસ પાસે પહોચ્યું, પાયલોટ ઓપ્ટિકલ ભ્રમમાં પડી ગયા. ચારેય તરફ સફેદ ચાદર જ જાેવા મળી રહી હતી. આ દુર્ઘટનામાં ૨૩૭ મુસાફરો સાથે પ્લેનના 20 ક્રૂ મેમ્બર્સના મોત થઇ ગયા હતા. ત્યારબાદથી જ બરફના જમા થયેલા એટાર્કટિકામાં દર વર્શે હજારો શોધકર્તા પહોંચે છે.