હવે બે અઠવાડિયામાં યુએસ ફેડ દ્વારા રેટ કાપ આવે તેવી શક્યતા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, સપ્ટેમ્બર 2024  |   નવી દિલ્હી   |   3168


અમેરિકામાં અત્યારે ચૂંટણીનું વર્ષ ચાલે છે જેમાં જાેબ માર્કેટનો દેખાવ નબળો છે. વર્કરની ડિમાન્ડ હજુ પણ ઘટશે તેવી શક્યતા છે. જાન્યુઆરી ૨૦૨૧ પછી અત્યારે અમેરિકામાં સૌથી ઓછી જાેબ ઉપલબ્ધ છે. એક્સપર્ટ્‌સ માને છે કે આગામી દિવસોમાં અમેરિકામાં વ્યાજદરમાં કદાચ મોટો કાપ મૂકવો પડશે જેથી ઈકોનોમીને ટેકો મળે.અમેરિકન જાેબ માર્કેટ વિશે એક નવો રિપોર્ટ આવ્યો છે અને તેના કારણે બધા લોકોની ચિંતા વધી જવાની છે કારણ કે અમેરિકામાં જાેબની સંખ્યા સતત ઘટી રહી છે. જાન્યુઆરી ૨૦૨૧ પછી અત્યારે અમેરિકામાં સૌથી ઓછી જાેબ ઉપલબ્ધ છે. એટલે કે ચાર વર્ષમાં સ્થિતિ સુધરવાના બદલે બગડી છે.સીએનએન બિઝનેસના એક અહેવાલ પ્રમાણે અમેરિકન ઈકોનોમીમાં જેટલી જાેબની જરૂર છે તેની સામે જાેબ ઘટી રહી છે અને જુલાઈ મહિનામાં અપેક્ષા કરતા પણ વધુ ઘટાડો થયો હતો. તે દર્શાવે છે કે આગામી દિવસોમાં યુએસ ઈકોનોમીમાં વર્કર્સની ડિમાન્ડ ઘટવાની છે. જૂન પછી જુલાઈમાં પણ જાેબ ઓપનિંગમાં ઘટાડો થયો હતો અને તેની સંખ્યા ૭.૬૭ મિલિયન હતી જે જૂન મહિનામાં ૭.૯૧ મિલિયન હતી. એટલે કે જાેબ ઓપનિંગ ઘટી છે. ઈકોનોમિસ્ટોને આશા હતી કે જુલાઈમાં લગભગ ૮.૧૦ મિલિયન એટલે કે ૮૧ લાખ જાેબ પોસ્ટિંગ જાેવા મળશે પરંતુ એવું કંઈ થયું નથી. યુએસ લેબર માર્કેટ વિશે બુધવારે જે ડેટા આવ્યો તે ચિંતા જગાવે છે કારણ કે દુનિયાના સૌથી મોટા અર્થતંત્રની હાલત કથળે તો તેના કારણે બીજા દેશોને પણ સહન કરવું પડે છે. હવે બે અઠવાડિયામાં યુએસ ફેડ દ્વારા રેટ કાપ આવે તેવી શક્યતા છે. આ રેટ કટ મોટો હોઈ શકે છે કારણ કે ઈકોનોમીને ટેકો આપવા માટે રેટ ઘટાડવા જ પડશે. જુલાઈના જાેબ ઓપનિંગ અને લેબર ટર્નઓવર સરવેમાં જણાવાયું છે કે જે વાતનો ડર હતો તે સાચો પડી રહ્યો છે. લેબર માર્કેટ બહુ ટાઈટ છે. અમેરિકાએ ઘણા સમય અગાઉથી રેટ વધાર્યા હતા અને લાંબા સમય સુધી તેને હાઈ લેવલ પર રાખ્યા છે. તેથી હવે તેને બેલેન્સ કરવાનું જરૂરી બની જશે. કોવિડ પછી અમેરિકન ઈકોનોમી રિકવર થતી હતી ત્યારે વર્કર્સની ડિમાન્ડ બહુ સારી હતી પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. માર્ચ ૨૦૨૨માં કામ કરવા માટે માણસો ઓછા હતા અને જાેબ વધારે હતી. તે સમયે અવેલેબલ કામદારોની સામે ડબલ જગ્યાઓ ખાલી હતી. હવે માણસ સ્થિતિ અલગ છે. આના કારણે જે લોકો વારંવાર જાેબ સ્વિચ કરતા હતા તેમનું કામકાજ પણ ઠંડું પડી ગયું છે. હવે જાેબ બદલવામાં આવે તો પગારમાં પહેલા જેવા જમ્પ નથી મળતા. પગારવધારવા માટે બહુ નેગોશિયેશન કરો તો પણ ફાયદો નથી. ઘણી જાેબમાં સાઈનિંગ બોનસ આપવામાં આવતું હતું તે પણ ઓછું થઈ ગયું છે. અને આકર્ષક જાેબની સંખ્યા જ ઘટી ગઈ છે. તેથી લોકો જે જાેબ હાથમાં હોય તેને પકડી રાખે છે. જુલાઈ મહિનાનો રિપોર્ટ કહે છે કે અમેરિકામાં માત્ર ૧.૧૪ લાખ નવી જાેબ ઉમેરાી હતી. તેના કારણે બેરોજગારીનો દર ૪.૧ ટકાથી વધીને સીધો ૪.૩ ટકા થઈ ગયો હતો. જુલાઈ મહિનામાં અમેરિકામાં કુલ લેઓફ અને ડિસ્ચાર્જની સંખ્યા વધીને ૧૭ લાખને વટાવી ગઈ હતી. ખાસ કરીને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને છુટા કરવામાં આવ્યા છે. ઈકોનોમિસ્ટોનું કહેવું છે કે વધુને વધુ લોકો લેબર માર્કેટમાં આવી રહ્યા છે જેના કારણે બેરોજગારી વધી છે. આ ઉપરાંત લોકોને છટણી કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. ઈન્ટેલ, એમેઝોન, મેટા, ગૂગલ સહિત તમામ મોટી કંપનીઓ લોકોની છટણી કરે છે. હવે આની અસર અમેરિકાની ચૂંટણીના પ્રચાર પર પણ પડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ જાેબ માર્કેટના ડેટાના આધારે તેની ચૂંટણી પ્રચારની પદ્ધતિ બદલશે અને લોકોને લલચાવવા માટે મોટા દાવા કરી શકે છે. હવે ટૂંક સમયમાં બેરોજગારીના ડેટા બહાર પડશે અને ત્યારે યુએસ ઈકોનોમી વિશે વાસ્તવિક ચિત્ર મળી શકે છે. ઉદાહરણ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાથી એવું કહેતા આવ્યા છે કે અમેરિકામાં જાેબ માર્કેટની જે સ્થિતિ છે તેના માટે યુએસમાં બેફામ આવેલા ઈમિગ્રન્ટ્‌સ જવાબદાર છે અને હું જ્યારે ફરીથી અમેરિકાનો પ્રેસિડન્ટ બનીશ ત્યારે મોટા પાયે માસ ડિપોર્ટેશન કરવામાં આવશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution