દિલ્હી-

કાળાધન સામેની લડાઈમાં ભારતને એક મોટી સફળતા મળી છે.સ્વીટઝરલેન્ડ આ મહિને એ ભારતીયોની માહિતીનો ત્રીજો સેટ સોંપી શકે છે. જેનું સ્વીસ બેન્કમાં ખાતુ છે.આ જાણકારીમાં પ્રથમવાર ત્યાં ભારતીયો દ્વારા ખરીદવામાં આવેલ સંપતિ (રિયલ એસ્ટેટ)ની વિગત હશે.

સ્વીટરલેન્ડ તરફથી એ ભારતીયોનો ડેટા સરકારને આપવામાં આવશે. જેમણે ત્યાં ફલેટ અને એપાર્ટમેન્ટ ખરીદયા છે સાથે સાથે તે પ્રોપર્ટીમાંથી કરેલી કમાણીની પણ વિગતો મળશે તેના આધારે સરકાર એ પ્રોપર્ટી પર ટેકસ વસુલી નકકી કરશે. બે વર્ષમાં સ્વીટરલેન્ડે લગભગ 30 લાખ ભારતીયો અને ભારતીય કંપનીઓનાં ખાતાની જાણકારી શેર કરી છે. જોકે આ વખતે પ્રોપર્ટી રાખનારા લોકોની પણ વિગતો મળશે આથી આ સંખ્યા વધુ હોવાનું અનુમાન છે. અધિકારીએ જણાવ્યુ હતું કે જોકે નોન-પ્રોફીટ ઓર્ગેનાઈઝેશન્સ જેવી અન્ય સંસ્થાઓને મોકલાયેલી રકમની સાથે ડીઝીટલ કરન્સીમાં રોકાણ સાથે જોડાયેલ વિગત માટે હજુ રાહ જોવી પડશે. કારણ કે આ જાણકારી સ્વીટઝરલેન્ડ સાથે થયેલી સમજુતીના દાયરાની બહાર છે. ભારતને સ્વીટઝરલેન્ડથી આ સમજૂતી અંતર્ગત સપ્ટેમ્બર 2019 માં પહેલીવાર ત્યાં ખાતું રાખનારા ભારતીયોની જાણકારી મળી હતી.