31, ઓગ્સ્ટ 2024
બોડેલી |
બોડેલી તાલુકાના અતિ સૂપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન મંદિરે શ્રાવણ માસ નો છેલ્લો શનિવાર હોઈ છોટાઉદેપુર જિલ્લા સહિત પંચમહાલ જિલ્લાના શ્રદ્ધાળુ ભક્તજનો શુક્રવારની રાત્રિથી જ ઝંડ હનુમાન ખાતે આવવા માટે પગપાળા પ્રવાસ ખેડી આજરોજ સવારે ઝંડ હનુમાન ખાતે આવી પહોંચ્યા હતા. પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર હોઈ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તજનો સવારના ૪ઃ૦૦ વાગ્યાથી ઝંડ હનુમાન ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને સવારથી જ અવિરત પ્રમાણમાં શ્રદ્ધાળુ ભક્તજનોની અવર-જવર જાેવા મળી હતી બોડેલી તાલુકા સહિત જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તારમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસી પર્યટકો પ્રકૃતિની મજા માણવા ઉમટી પડ્યા હતા
બોડેલી નજીક આવેલ કડા ડેમ ધનેશ્વરી માતાના મંદિર તેમજ નજીક આવેલ હાથની ધોધ માતાનો ધોધ તેમજ ગાગર માતા સહિતના અનેક વિસ્તારોમાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસી પર્યાટકો પર્યાવરણ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને પ્રકૃતિની મજા માણી હતી જાંબુઘોડા અભયારણ્ય વિસ્તાર વડોદરા થી માત્ર ૬૫ કિલોમીટરના અંતરે આવેલો હોઈ અત્રે પ્રકૃતિની ખોજમાં જાંબુઘોડા અભયારણ્ય વિસ્તાર ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે બોડેલી તાલુકાના અતિ સૂપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન મંદિરે શ્રાવણ માસ નો છેલ્લો શનિવાર હોઈ છોટાઉદેપુર જિલ્લા સહિત પંચમહાલ જિલ્લાના શ્રદ્ધાળુ ભક્તજનો શુક્રવારની રાત્રિથી જ ઝંડ હનુમાન ખાતે આવવા માટે પગપાળા પ્રવાસ ખેડી આજરોજ સવારે ઝંડ હનુમાન ખાતે આવી પહોંચ્યા હતા