17, સપ્ટેમ્બર 2023
ચાણોદ, તા.૧૬
ડભોઈ તાલુકાના દક્ષિણ પ્રયાણ તરીકે જાણીતા કરનાળી ના કુબેરેશ્વર મહાદેવ નો અનેરો મહીમા ધરાવે છે પવિત્ર નર્મદા ના કિનારે આવેલ શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટ નંબર એ/૬૮૬/વડોદરા થી નોંધાયેલ ટ્રસ્ટ છે જેનો વિવાદ સંયુક્ત ચેરીટી કમીશ્નર કચેરી માં વિવાદ ચાલતો હતો જેમાં અગાઉ ના ચુકાદા ના પડધા સમ્યા નથી ત્યાં ચેરટી કમીશ્નર દ્વારા ૧૩/૯/૨૦૨૩ ના ચુકાદા માં પાંચ નવા ટ્રસ્ટી ઉમેરવા નો હુકમ કરવામાં આવ્યો છે જેને પગલે બંન્ને ટ્રસ્ટો કાયદાકીય જ્ઞાન લેવા કાયદા નિષ્ણાતો પાસે દોડી ગયા છે
આધાર ભૂત સુત્રો માંથી જાણવા મળ્યાં મુજબ ૧૩/૯/૨૦૨૩ ના ચુકાદા માં શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન દ્વારા કરાયેલા હુકમ માં સદર ટ્રસ્ટ ધ્વારા તેના કોલમ ૬ મુજબ ટ્રસ્ટી ઓની મુદત ત્રણ વર્ષ ની હોય છે ૧૯૯૯ માં નિયુક્તિ થયેલા ટ્રસ્ટી ઓની મુદત વર્ષ ૨૦૦૨ માં પૂર્ણ થયેલ છે ત્યાર બાદ પુનઃ નિમંણૂક નો કોઈ એહવાલ ચેરીટી કમીશ્નર ફેરફાર રીપોર્ટ દાખલ કરવામાં આવ્યો આમ ૨૦ વર્ષ થી નામદાર મદદનીશ ચેરટી કમીશ્નર ની મંજૂરી વિના કાર્ય કરી રહયા ની ગંભીર નોંધ જાેવા મળે છે વધુ માં સદર ટ્રસ્ટ ના પી.ટી.આર નોંધાયેલ મિલકત માં અન અધિકૃત રીતે વહીવટ કરી રહયા નો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે ટ્રસ્ટી ઓ ધ્વારા ટ્રસ્ટ ની જમીન માં મનસ્વી રીતે રૂમો, દુકાનો તથા શોપિંગ સેન્ટરો બાંધી દેવામાં આવેલા છે તથા મેનેજર ના હોદ્દા ની કોઈ જાેગવાઈ હોવા છતાંય બની બેઠેલા મેનેજર જ તમામ વહીવટ કરી રહયા છે હાલના પી.ટી.આર ના પાંચ દર્શાવવામાં આવેલા તેઓ તેમની ફરજ બજાવવા માં નિષ્ફળ ગયા ની નોંધ પણ હુકમ માં જાેવા મળે છે જેથી સને ૧૯૯૯ બાદ ટ્રસ્ટી ઓની નિમંણૂક કરેલ ન હોવાને લઈ પાંચ ટ્રસ્ટી ઓની નિમંણૂક કરવા હુકમ કરેલ છે મદદનીશ ચેરીટી કમીશ્નરે ૧ નિરંજન માધવલાલ વૈધ,૨ શ્રી મહંત દિનેશ ગીરીગુરૂ શિવગીરી,૩ શ્રી મહંત નંદગીરી ગુરુ નિરંજન દેવ,૪ શ્રી પરેન્દુ ભાઈ કનૈયાલાલ ભગત ૫ ,ભરત વિરુદભાઈ ભગત આમ આ પાંચ ટ્રસ્ટી ઓની નિમંણૂક ૨૧ દિવસ માં કરી જાણકારી મદદનીશ ચેરટી કમીશ્નર ને જાણ કરવા ની રહેશે આવનાર સમય માં કુબેરેશ્વર અને સોમેશ્વર ટ્રસ્ટ માટે પડકાર હશે એ નક્કી છે છેલ્લા ૨૦ વર્ષ ના વહીવટ ની ગંભીર ગેરરીતિ પણ આવનાર સમય માં ચર્ચાના એરણે હશે એ નક્કી !!