નડિયાદ-

ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫માં અભ્યાસ કરતા ભુલકાઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોને હોમફોર લર્નીંગના ભાગરૂપે ઘરે પહોંચી અભ્યાસ કરાવવાના આદેશ છુટ્યા છે. જેમાં વાલીઓની રજુઆતના પગલે ફળીયામાં આઠથી દસ બાળકોને શિક્ષક અભ્યાસ કરાવશે. શિક્ષણ હબ ગણાતા ખેડા જિલ્લામાં કોરોનાના પગલે છેલ્લા એક વરસથી શિક્ષક વ્યવસ્થા ખોરવાઇ છે. હજુ ગયા મહિને જ સરકારે તબક્કાવાર ધો.૬થી ૧૨નો અભ્યાસ શરૂ કર્યો છે. પરંતુ ધો.૧થી ૫માં અભ્યાસ કરતાં ભુલકાઓની શાળા શરૂ થઈ નથી.

જેને કારણે અભ્યાસ સતત બગડી રહ્યો છે. આથી, શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શેરી શિક્ષણનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વાલીઓ શાળા જઇ રજુઆત કરી શકશે અને જેમની શેરીમાં આઠથી દસ બાળકોને શિક્ષકો ઘરે જઇ અભ્યાસ કરાવશે. ખેડા જિલ્લામાં હોલ ધો.૧થી ૫માં ૧,૨૩,૧૬૧ વિદ્યાર્થી છે. બીજી તરફ ધો.૧થી ૮માં ૭,૫૪૮ શિક્ષકો છે.

જેમાંથી ધો.૫મા ધોરણ સુધીના શિક્ષકો ઘરે ઘરે ફરીને અભ્યાસ કરાવશે. ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો.૧થી ૫માં અભ્યાસ કરતા ભુલકાઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષકોને હોમફોર લર્નીંગના ભાગરૂપે ઘરે પહોંચી અભ્યાસ કરાવવાના આદેશ છુટ્યા છે. ખેડા જિલ્લામાં ધો.૧થી ૫ના બાળકો ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે ઓન લાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. જેમાં ટેલીફોનીક, ટીવીના માધ્યમથી, માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. જેમાં હવે શિક્ષકો ઘરે જઇને અભ્યાસ કરાવશે.