11, જાન્યુઆરી 2025
બોડેલી |
594 |
બોડેલી કન્યાશાળામાં થ્રીડી શોનું આયોજન કરવામાં આવ્યું. આજના વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં શાળાને વિદ્યાર્થીનીઓ વિજ્ઞાનની અલગ અલગ ટેકનોલોજીને જુએ અને સમજે તે હેતુથી શાળાના આચાર્ય સંદીપ જયસ્વાલ દ્વારા ૩ડ્ઢ શો નું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓએ આ શો નિહાળ્યો. શાળાની મોટાભાગની વિદ્યાર્થીનીઓ થ્રીડી સૌ પ્રથમ વખત જાેયેલ હોય અને શોમાં વસ્તુને પડદા માંથી એકદમ પોતાની પાસે આવતા જાેઈને તેમને ખૂબ જ કુતુહલ જાગ્યું હતું. બોડેલી કન્યાશાળા દ્વારા અવારનવાર આવી અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જેને કારણે વાલીઓ પણ કન્યાશાળા દ્વારા કરાવવામાં આવતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી રહ્યા છે.