દિલ્હી-

દેશમાં વધી રહેલા ડીઝીટલ બેંક ફ્રોડ અને ખાસ કરીને એટીએમમાંથી નાણાં ઉપાડવામાં થતી ગેરરીતિમાં હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ તેના તમામ ગ્રાહકો માટે રૂા.10 હજાર કે તેથી વધુ રકમની ઉપાડના તેના મોબાઈલ નંબર પર આવતા ખાસ વનટાઈમ પાસવર્ડ (ઓટીપી) પણ એટીએમ મશીનને આપવો જરૂરી બનશે.

ગ્રાહક પોતાના ડેબીટકાર્ડના આધારે નાણા ઉપાડવા જાય ત્યારે તેનો પીન આપવો જરૂરી છે અને પીન આપ્યા બાદ ગ્રાહકના રજીસ્ટર મોબાઈલ નંબર પર વનટાઈમ પાસવર્ડ મોકલવામાં આવશે અને તે પાસવર્ડ પણ એટીએમમાં દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ જ રૂા.10 હજાર કે તેથી વધુ રકમનો ઉપાડ થઈ શકશે. 

બેંકે તા.18થી આ વ્યવસ્થા અમલી બનાવી દીધી છે. સ્ટેટ બેંકે જણાવ્યું કે આ ઓટીપી વ્યવસ્થા 24 બાય 7 ચાલુ રહેશે. જો કે સ્ટેટ બેંકના એટીએમ પર જ હાલ આ સુવિધા છે અને અન્ય બેંકના એટીએમ મારફત ઉપાડનારને સ્ટેટ બેંક વધુમાં વધુ 10 હજારની રકમ ઉપાડવાની મંજુરી આપે છે.