19, જુન 2022
વડોદરા, તા ૧૮
વડાપ્રઘાન નરેન્દ્ર મોદીની વડોદરા ખાતે ની યોજાયેલ જનસભા માં એસ,ટી બસો અને શહેરી બસ સેવા માં કાર્યરત બસો નો જનસભામા કાર્યકરો ને ં લઇ જવા અને મુકવા માટે બસો ફાળવવામાં આવી હતી, એ સવારથી જ બસો તેનાં નિર્ઘારીત સ્થળ અને ગ્રામ્ય વિસ્તારોમાં સભામાં કાર્યકરોને લાવવા માં ઉપયોગ માટેલઇ જવામાં આવી હતી, જેનાં કારણે વડોદરા એસ,ટી ડિવઝનનાં ઘંણા રૂટો રદ કરવામાં આવ્યા હતા અને જયારે કેટલાક રૂટો ઓછા કરવામાં આવ્યા હતા, જેના કારણે મુસાફરો ને બસ સમયસર ન મળતા હાલાકી થઇ હતી, જયારે શહેરી બસ સેવાનું સંચાલત્ન કરતી ખાંનગી સંસ્થા ની બસો વડાપ્રઘાન ની જનસભા માં કાર્યકરોને સભાસ્થળે લઇ જવા અને મુકવામાં વ્યસ્ત થતા સીટી બસ સ્ટેશન સુમસાન ભાસતું હતુ.