વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું લેપ્રેસી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તંત્ર દ્વારા પૂરજાેશમાં તૈયારીઓ ચાલી રહી છે. એરપોર્ટથી લેપ્રેસી ગ્રાઉન્ડ સુધીનો રોડ ઉપરાંત સભાસ્થળ તેમજ પાર્કિંગ સહિતના વિસ્તારોમાં સાફસફાઈ અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે દિવાલો પર આકર્ષક પેઈન્ટિંગ પણ બનાવવામાં આવી રહ્યાં છે. સભા સ્થળના માર્ગોને પણ નવી દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યાં છે. બીજી તરફ એરપોર્ટ નજીક તેમજ લેપ્રેસી ગ્રાઉન્ડ સભા મંડપ નજીકના સર્કલોને ભગવા ઝંડાઓ અને મોદીના કટઆઉટથી સજ્જ કરવામાં આવ્યા હતા.