નવી દિલ્હી

લાંબા સમયથી ચાલતા વૈશ્વિક કોરોના સંકટની છાયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ગુરુવારે સવારે ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-એઈમ્સ દિલ્હી ખાતેના, કોરોના રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી, અને દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેતા રસીનો બીજો ડોઝ પણ લીધો.1 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એઈમ્સ ખાતે, ભારત બાયોટેક, હૈદરાબાદ દ્વારા રસી આપવામાં આવી હતી

લોકોને ટ્વિટર દ્વારા અપીલ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું , "એઈમ્સમાં કોરોના રસીનો બીજો ડોઝ લીધો છે. રસીકરણ એ કોરોનાને, હરાવવાના કેટલાક ઉપાય માનો એક છે. જો તમે રસીકરણ કરવા માટે પાત્ર છો , તો CoWin.gov.in પર પોતાના નામ નોંધાવો. "

દેશવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમનો ત્રીજો તબક્કો, 1 એપ્રિલથી શરૂ થયો છે. 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને, આ રસી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આનાથી એક વ્યાપક રસીકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કોરોના રસીકરણ કાર્યક્રમનો બીજો તબક્કો, 1 માર્ચથી શરૂ કરાયો હતો. કેન્દ્ર સરકારે 16 જાન્યુઆરીથી દેશમાં આરોગ્ય-સંભાળ કામદારો માટે, કોરોના રસીકરણની શરૂઆત કરી હતી.

પુનામાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને હૈદરાબાદમાં ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી, બે સ્વદેશી રસીઓને આવશ્યકતા અને કટોકટીમાં મર્યાદિત ઉપયોગ માટે, મંજૂરી આપવામાં આવી છે. ' વેક્સીન મિત્રતા ' અભિયાન દ્વારા, ભારત ઘણા દેશોમાં ભારતમાં બનાવેલી કોરોના રસી સપ્લાય કરે છે.