ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી ૧૫ ફેબ્રુ.અને ચણા તથા રાયડાની ખરીદી ૧માર્ચથી શરૂ કરાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, જાન્યુઆરી 2022  |   18612

રાજકોટ, ખેડુતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ રવી સીઝન-૨૦૨૧-૨૨માં રાજ્ય સરકાર દ્રારા લઘુતમ ટેકાના ભાવે તુવેર ચણા રાયડાની ખરીદી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી. અમદાવાદ મારફતે કરાશે. લઘુતમ ટેકાના ભાવે તુવેરદાળની ખરીદી તા. ૧૫-૦૨-૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા. ૧-૦૩-૨૦૨૨થી શરૂ થનાર છે. ભારત સરકાર દ્રારા જાહેર કરાયેલ લઘુતમ ટેકાના ભાવ તુવેર ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૬૩૦૦ ટેકાના ભાવ ૧૨૬૦ (પ્રતિ ૨૦ કિલો), ચણાના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૨૩૦ ટેકાના ભાવ ૧૦૪૬ (પ્રતિ ૨૦ કિલો), રાયડોના ટેકાના ભાવ પ્રતિ ક્વિ. ૫૦૫૦ ટેકાના ભાવ ૧૦૧૦ (પ્રતિ ૨૦ કિલો), નોંધણીનો સમયગાળો તા.૧-૨-૨૦૨૨ થી તા.૨૮-૦૨-૨૦૨૨ ટઈઊ દ્વારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે ખેડૂતોને નોંધણી માટે નીચે મુજબના જરૂરી પુરાવા રજુ કરવાના રહેશે.

જેમા આધાર કાર્ડની નકલ, મહેસુલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અની અધતન નકલ ગામ નમુના- ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જાે ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયુ હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડુતને જાણ કરવામાં આવશે નહી. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે કોઇપણ રકમ ચુકવવાની રહેતી નથી. નોંધણીની કામગીરી માટે થતો ખર્ચ રાજ્ય સરકારશ્રી ભોગવે છે, જેની દરેક ખેડૂતોને જાણ થાય અને વધુમાં વધુ ખેડૂતો ટેકાના ભાવની ખરીદીનો લાભ લે તે મ એક યાદીમાં જણાવાયું છે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution