ગાંધીનગર-

બહુજનની નવી રચાયેલી ભુપેન્દ્ર પટેલ સરકારના સતાવાર પ્રવકતા તરીકે કેબીનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા જીતુ વાઘાણીની નિયુક્તિ કરી છે. અગાઉની રૂપાણી સરકારમાં સતાવાર પ્રવકતા તરીકે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તથા આવશ્યકતા પડે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રેસ બ્રીફીંગ કરતા હતા હવે આ જવાબદારી ત્રિવેદી અને વાઘાણીને સોપવામાં આવી છે. આજે કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ત્રિવેદી મહેસુલ અને કાનૂન મંત્રાલય સંભાળે છે અને વાઘાણી શિક્ષણ વિભાગના કેબીનેટ મંત્રી છે.