પ્રથમ 2 કલાકમાં 10 ટકા મતદાન સાથે મોખરે રાજકોટ, જાણો કયાં કેટલું થયુ મતદાન

રાજકોટ-

રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ, જામનગર અને ભાવનગરમાં તમામ મતદાન કેન્દ્રો પર વહેલી સવારથી મતદારો મતદાન કરવા લાગી લગાવીને જોવા મળ્યા હતા. સવારે 7થી 8 વાગ્યામાં એટલે છેલ્લા એક કલાકમાં અમદાવાદમાં અને ભાવનગરમાં સૌથી વધુ 5 ટકા મતદાન થયું છે.

ત્યારબાદ ત્યારબાદ વડોદરામાં 4 ટકા, સુરતમાં 4 ટકા, રાજકોટમાં 3 ટકા, જામનગરમાં 3 ટકા મતદાન થયું છે. રાજકોટમાં સૌથી પહેલા 75 વર્ષિય દાદાએ મતદાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધારાસભ્ય તેમજ સાંસદ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યારે અમદાવાદમાં પણ નોકરીયાતો સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો પર વોટ આપવામાં આવી પહોંચ્યા છે. સુરત અને વડોદરામાં પણ મોટી સંખ્યામાં મતદારો આવી રહ્યા છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution