/
બળાત્કારી ડો.જયેશ પટેલની પારુલ યુનિ. સામે બીજી ફરિયાદ ક્યારે થશે?

વડોદરા : પોતાની જ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર બળાત્કાર ગુજારવાના ગુનામાં સંડોવાયેલા પારુલ યુનિ.ના તત્કાલીન સંચાલક ડો.જયેશ પટેલ હાલમાં તો હયાત નથી પરંતું તેમણે યુવતી પર આચરેલા કૃત્યની પરંપરા પારુલ યુનિવર્સિટીના સંચાલકો હજુ પણ યથાવત રાખી છે. પારુલ યુનિ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર પારુલ યુનિ.ના જ એક પ્રોફેસરે બળાત્કાર ગુજારવાની ઘટનામાં વિદ્યાર્થિનીના વ્હારે આવી તેમજ તેની ઓળખ ગુપ્ત આવવાના બદલે પારુલ યુનિ.ના સંચાલકોએ વિદ્યાર્થિનીનું નામ જાહેર કરી તેમજ તેને બદનામ કરીને તેની પર ગુજારેલા માનસિક બળાત્કાર ગુજાર્યો છે. પારુલ યુનિ.ના સંચાલકોની આવી ગંભીર બેદરકારી બદલ તેઓની સામે ગુનો બનતો હોવા છતાં પારુલ યુનિ.ના સંચાલકો સામે હજુ સુધી પોલીસ ફરિયાદ નહી નોંધાતા જિલ્લા પોલીસ શંકાના ઘેરમાં આવી છે.

પારુલ યુનિ.માં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નવજ્યોત ત્રિવેદીએ પારુલ યુનિ.માં અભ્યાસ કરતી તથા તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી કરતી વિદ્યાર્થિની પર નવજ્યોત ત્રિવેદીએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પારુલ યુનિ.ના તત્કાલીન સંચાલક જયેશ પટેલના બળાત્કારકાંડમાં બહુ વગોવાયેલી પારુલ યુનિ.ના હાલના સંચાલકોએ ફરી બદનામીના ડરે સમગ્ર ઘટના દબાવી દેવા માટે ધમપછાડા કર્યા હતા. જાેકે આ ઘટનામાં બળાત્કાર પિડિતા મક્કમ હોઈ તેની લડત રંગ લાવી હતી અને બળાત્કારના બનાવની વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પારુલ યુનિ.ના સંચાલકોએ આ કેસમાં તેઓની કોઈ લેવાદેવા નથી તેવી સ્પષ્ટતા સાથે બળાત્કાર પિડીતા અને નવજ્યોત ત્રિવેદીને પારુલ યુનિ.માંથી દુર કરી દીધા હોવાની પ્રેસનોટ જાહેર કરી હતી. જાેકે આ પ્રેસનોટ જાહેર કરનાર પારુલ યુનિ.ના રજીસ્ટ્રાર ડો. અજીત ગંગવાણેએ પ્રેસનોટમાં બળાત્કાર પિડિતાનું નામ જાહેર કરી દઈ બળાત્કાર પિડીતા પર ફરી માનસિક બળાત્કાર ગુજાર્યો હતો. સોશ્યલ મિડિયામાં પોતાની ઓળખ છતી થતા બળાત્કાર પિડીતા ભારે માનસિક આઘાતમાં સરી પડી છે અને તેણે પોતાની બદનામી બદલ પારુલ યુનિ.ના ટ્રસ્ટી-પ્રમુખ ડો.દેવાંશુ પટેલ, તેમજ ડો.કોમલ પટેલ - ટ્રસ્ટી-મેડિકલ ડિરેક્ટર, ડો. અજીત ગંગવાણે –નાયબ કુલસચિવ, ડો.નવજ્યોત શાંતિલાલ ત્રિવેદી-પ્રોફેસર, રામગઢિયા –સિક્યુરીટી ઓફિસર વિરુધ્ધ શારીરિક માનસિક ત્રાસ, ધાકધમકી તેમજ ઓળખ છતી કરી બદનામ કરવા બદલ ગુનો નોંધવા માટે પોલીસમાં અરજી કરી હતી. આ અરજીની ડીવાયએસપી કલ્પેશ સોલંકીએ તપાસ કરી આ બનાવમાં અજીત ગંગવાણે વિરુધ્ધ ઈપીકો ૨૨૮-ક (એ) મુજબ ગુનો બનતો હોવાનો ડીએસપીને રિપોર્ટ કર્યો છે. જાેકે જિલ્લા પોલીસ કયા કારણોસર પારુલ યુનિ.ના સત્તાધીશો સામે ગુનો નોંધતી નથી તે પ્રશ્ન બધાને અકળાવી રહ્યો છે. ખુદ પોલીસઉચ્ચાધિકારીના રિપોર્ટ છતાં પારુલ યુનિ. વિરુધ્ધ ગુનો નોંધવામાં જિલ્લા પોલીસ સમય પસાર કરતી હોવાનું ચિત્ર ઉપસતા જિલ્લા પોલીસ વડા ખુદ શંકાના ઘેરામાં આવ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution