અરવલ્લી, તા.૧૨ 

 સુરતમાં ફેલાયેલું કોરોનાનું સંક્રમણ અરવલ્લીમાં કોરોનાને વધુ ચેપગ્રસ્ત ન બનાવે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા સુરતથી આવતાં મુસાફરોનું અને વિવિધ વાહનો મારફતે પ્રવેશતા લોકોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે. હાલ પુરતુ હિંમતનગર ડિવિઝનની સુરત વાયા અમદાવાદના એસટી બસના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ મોડાસાથી સુરત વાયા ગોધરા અને અન્ય રૂટ પર જતી એસટી બસના ૭થી વધુ રૂટ ચાલુ રહેતા અરવલ્લી જિલ્લામાં કોરોનાના સંક્રમણ નો ખતરો પેદા થતા જાગૃત નાગરિકોમાં અમદાવાદ તંત્રે એસટી બસના રૂટ બંધ કરવાના નિર્ણય જેમ થોડો સમય મોડાસા થી સુરત આવતી જતી બસના રૂટ બંધ કરવામાં આવેની માંગ પ્રબળ બની છે. રાજ્યમાં ૧ જુલાઇથી એસટી બસ શરૂ કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણના પગલે લોકો હજુ પણ બસમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.સુરતથી આવતા લોકો કોરોનાગ્રસ્ત મોડાસા શહેર અને અરવલ્લી જિલ્લામાં વધું સંક્રમણ ફેલાવવાની ભીતિ પેદા થઈ છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા નોકરી-ધંધા અર્થે સ્થાયી થયેલા લોકોએ પરત અરવલ્લી તરફ પ્રયાણ ભણ્યું છે. જેના કારણે જો સુરતના લોકો અરવલ્લી જિલ્લામાં આવે તો મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝેટીવ દર્દીઓનો ગ્રાફ વધુ ઉપર જઈ શકે છે સુરતથી અમદાવાદ આવતી જતી એસટી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યું છે તેમ અરવલ્લી જિલ્લામાં પણ બસોનુ થોડા સમય પૂરતું સંચાલન બંધ કરવામાં આવે અને સુરતથી આવતી તમામ બસો અને ખાનગી વાહનો મારફતે પ્રવેશતા લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકોમાં માંગ પ્રબળ બની છે.તદુપરાંત સુરતથી આવતા લોકોને આરોગ્ય તંત્ર હોમ કોરન્ટાઇન કરે તે ખુબ જરૂરી છે. સુરતથી એસટી બસ મારફતે આવતા મુસાફરોનું આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે કે નહિ તે અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા ડો.અમરનાથ વર્માએ એસડીએમનો આદેશ તાલુકા આરોગ્ય અધિકારીને કરવામાં આવશે ત્યારે મુસાફરોનું ચેકિંગ થશે તેમ જણાવ્યું હતું .જોવું રહ્યું કે એસડીએમ ક્યારે આદેશ કરે છે.