/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

લાંભવેલ મંદિરના શિલાન્યાસ માટે પવનપૂત્રના જન્મસ્થળથી શિલા આવશે

આણંદ : ચરોતરના આણંદ શહેર નજીક આવેલાં લાંભવેલ ખાતે સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મંદિરન વર્ષ ૨૦૨૩માં ૫૦૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. આ ઐતિહાસિક મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા મંદિરનો જિર્ણોદ્વાર કરીને ૩૧ કરોડના ખર્ચે નવ નિર્મિત મંદિર બનાવવામાં આવશે.  

મંદિરના ટ્રસ્ટ્રીઓના જણાવ્યાં મુજબ, આ માટે હનુમાનજીના જન્મ સ્થળ અંજનેય પર્વત પરથી શિલા લાવીને મંદિરનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. નિર્માણાધિન લાંભવેલ મંદિર પરિસર ૧.૭૦ લાખ ફૂટમાં ફેલાયેલું છે. ૧૧,૬૩૦ ફૂટમાં મંદિરનું બાંધકામ કરવામાં આવશે. મંદિરની લંબાઇ ૧૩૯ ફૂટ અને પહોળાઇ ૧૦૮ ફૂટ સાથે ઊંચાઇ ૬૩ ફૂટ રાખવામાં આવશે.

કોતરણી યુક્ત મંદિર ૭૬ સ્તંભ ઊભાં કરવામાં આવશે. તેમજ ૩ શિખર અને ૬ ઘુમ્મટ હશે. ૭૨૦ કળશ મંદિરની શોભા વધારશે. તેમજ મંદિરના બાંધકામ માટે ૫૧૦૦૦ ઘન ફૂટ શીલા વાપરવામાં આવશે. મુખ્ય પ્રવેશ દ્વારા પાસે જ ૩૧ ફૂટ ઊંચી રામ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. અન્ય બાંધકામ ૭૧ ૫૦૦ ફૂટ કરવામાં આવશે. ભવ્ય મંદિરના નિર્માણ માટે હજારો કારસેવકોની જરૂર પડશે. ગામે ગામ શીલાયાત્રા એક વર્ષ સુધી ફેરવવામાં આવશે. મંદિરમાં સેવા આપવા માગતાં કાર્યકરોની દરેક ગામમાં સમિતિ બનાવી યાદી તૈયાર કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ શીલા રથયાત્રા ૧૨મી જાન્યુઆરી ગુજરાતના વાપી ખાતે પહોંચેશે, જ્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, વાસદમાં સ્થાનિક ભક્તો દ્વારા સ્વાગત પૂજા કરવામાં આવશે. નડિયાદ સંતરામ મંદિર ખાતે પધારશે. ૧૬મીથી સંતરામ મંદિરથી શોભાયાત્રા નીકળશે. જે ઉત્તરસંડા, ભૂમેલ, વડતાલ સ્વામિનારાયણ મંદિર, જાેળ, કરમસદ સંતરામ મંદિર, વિદ્યાનગર ઇસ્કોન મંદિર, આણંદ રોકડિયા હનુમાનજી મંદિર અને સિદ્ધિ વિનાયક મંદિર થઈને બપોરે બે વાગ્યે લાંભવેલ મંદિર આવશે. ત્યારબાદ દાદા સમક્ષ જિલ્લાના તમામ સાધુ સંતો અને અગ્રણીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે શીલા પૂજન કરાશે.

વાલ્મિક રામાયણ મહાકાવ્યમાં જણાવ્યાં અનુસાર, પંપા તળાવ નજીક ઋષ્યમુખ પર્વત આધુનિક સમયના કપલા જિલ્લાનું હમ્પી ક્ષેત્ર, કિશ્કિંધાની પાસે અંજનેય પર્વત પર માતા અંજનીએ પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શિવ પાસેથી વરદાન મેળવવા તપ- કર્યુ હતું. ત્યારબાદ હનુમાનજીનો જન્મ થયો હતો. તે પર્વતના પથ્થરમાંથી તૈયાર કરેલી શીલાથી લાંભવેલ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે.

મંદિર પરિસરમાં બીજા ક્યાં ક્યાં ભગવાનની મૂર્તિ બિરાજશે?

ટ્રસ્ટી મંડળના જણાવ્યાં મુજબ, નિર્માણાધિન મંદિર પરિસરમાં શંકર મંદિર, રામ મંદિર, અંબે મંદિર, કીર્તિ સ્તંભ, યજ્ઞશાળા, સંત નિવાસ, સત્સંગ હોલ, લગ્નવાડી, ઊતાર ભવન, કોન્ફરન્સ હોલ, ક્લિનિક, ફૂડ કોર્ટ વગેરેનું પણ નિર્માણ કરવામાં આવશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution