વડોદરા,તા.૯

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે કોનો કોર્પસ વૃક્ષો કે જે જાેખમી છે તેવા નિષ્ણાતોના મતના આધારે હવે આ વૃક્ષો કાપવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે અઢી હજારથી વધુ વૃક્ષ કાપવામાં આવ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ડભોઇ દશા લાડ થી એકતાનગર સુધીના રોડ પર વાવેલા આ

વૃક્ષો કાપી નાખવામાં આવ્યા બાદ પર્યાવરણ પ્રેમી એવા સિનિયર સિટીઝનોના એક ગ્રુપ દ્વારા કોનો કોર્પસની જગ્યાએ લીમડાનું

વૃક્ષારોપણ કર્યું છે. આવા ૨૫ લીમડાના ઝાડ વાવવામાં આવ્યા છે, અને હજુ કામગીરી ચાલુ છે.

કોર્પોરેશન દ્વારા છ વર્ષ અગાઉ મહારાષ્ટ્ર, પંજાબ અને ઉત્તર પ્રદેશથી આવા આશરે ૨૦,૦૦૦ થી વધુ આ વૃક્ષના છોડ લાવવામાં આવ્યા હતા, અને વૃક્ષારોપણ કરાયું હતું. આ

 વૃક્ષોને કારણે જમીનમાં તેના મૂળ ઊંડા ઉતરે છે, અને કોર્પોરેશનની જુદી જુદી લાઈનોને નુકસાન કરે છે.