વડોદરા, તા. ૨૦

શહેરમાં અનેક વખત ભારદારી વાહનોના વાહન ચાલકો પોતાનુ વાહન ગફલતભરી રીતે હંકારતા કેટલાક નિર્દોષોના જીવ જતા હોય છે. પોલીસ તંત્રના જાહેરનામાનો આવા ભારદારી વાહનો ખુલ્લેઆમ ભંગ કરતા જાેવા મળી રહ્યા છે. આવા ભારદારી વાહનો શહેરમાં પ્રવેશી જાય છે ત્યાર સુધી શુ ટ્રાફિક પોલીસ પોઇન્ટ પર ઉંઘતી હોય છે? કે પછી ભારદારી વાહનો પાસે હપ્તો લઇને તેમને શહેરમાં પ્રવેશ આપતા હોય છે ? તેવા સવાલો શહેર પોલીસની સામે ઉભા થાય છે. જાેકે આજ રોજ તો પાલિકાનુ ડમ્પર ખુલ્લેઆમ પોલીસની આંખ નીચેથી નંબર પ્લેટ વગર દોડતુ જાેવા મળી રહ્યું છે. જાે આ ડમ્પર ચાલક કોઇને અડફેટે લે તો જવાબદારી કોણી? શુ આ ડમ્પર ચાલક ઝડપાશે ?

વડોદરા શહેરમાં નવા નિમાયેલા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે શહેરમાં વધતા જતા અકસ્માતને લઇને રાત્રીના સમયે શહેરમાં ઠેર ઠેર દરેક વાહનોનુ ચેકિંગની કામગીરીે કડક હાથે કરવાનો નિર્ણય કર્યો છે, જે આવકારદાયક છે. ચેકિંગ દરમ્યાન પોલીસ કર્મીઓના ધાળેધાળા માર્ગો ઉપર ઉતરી જતા હોય છે અને માર્ગો પરથી પસાર થતા દરેક રાહદારીઓના વાહનની ડેકીનું ચેકિંગ, ગાડીના પુરાવાનું ચેકિંગ સહિત નાશામાં વાહન હંકારતા લોકનું ચેકિંગ કરતા હોય છે,પોલીસની તે કામગીરી પણ પ્રસનિય છે. બીજી તરફ શહેર પોલીસને ધોળાદિવસે શહેરમાં પ્રવેશતા ભારદારી વાહનો કેમ દિવસના સમયે દેખાતા નથી, તેમને ફકત રાત્રીના સમયે રાહદારીઓના વાહનો જ દેખાય છે? આવા ભારદારી વાહનોને લીધે થતા અકસ્માતના પગલે અગાઉ પણ કેટલાક નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાે પોલીસ રાત્રીની જેમ જ શહેરમાં દિવસે પણ ચેકિંગ હાથ ધરે તો કેટલાક ભારદારી વાહનો જે પોલીસ તંત્રની આંખ સામે જ પોલીસ તંત્રના જાહેરનામાનો ભંગ કરે છે તેવા ભારદારી વાહનોની પણ પોલીસે ચેકિંગ કરવુ જાેઇએ. જેથી ધોળાદિવસે ભારદારી વાહનોને લઇને થતા અકસ્માત રોકી શકાય છે. પરંતુ કેટલાક ટ્રાફિક પોલીસ કર્મીઓની બેદરકારીને લીધે આવા ભારદારી વાહનો શહેરમાં પ્રવેશીને અકસ્માત સર્જે છે અને કોઇના ઘરનો મોભી કે પોતાનુ એકનું એક દિકરો ગુમાવવાનો વારો આવતો હોય છે. જાે પોલીક કર્મી પોતાના કામગીરી પુરી નિષ્ઠાથી કરે તો આવા અકસ્મતા ટળી શકે છે.

બીજી બાજુ આજ રોજ લોકસત્તા જનસત્તાના કેમેરામાં પાછળની બાજુએ નંબર પ્લેટ વગરનું પાલિકાનું ભારદારી ડમ્પર વિશ્વામિત્રી બ્રીજ પરથી લાલબાગ જતુ હતું તે સમયે કેદ થયુ હતું. આ ભારદારી ડમ્પરની પાછળની સાઇડ પર નંબર પ્લેટ જાેવા મળી ન હતી. જાે આ ડમ્પર ચાલક કોઇ અકસ્માત સર્જે તો જવાબદાર કોણ ? શુ પોલીસના જાહેરનામાં નો ભંગ આ પાલીકાનું ડમ્પર નથી કરતુ? કે પછી પાલીકાના ભારદારી વાહનો માટે પોલીસનું જાહેરનામું અલગ છે. શું પાલીકાના ડમ્પર ધોળાદિવસે આ રીતે શહેરમાં પોલીસ દ્વારા છુટ આપવામાં આવી છે? કે પછી પાલીકાનું ડમ્પર છે માટે પોલીસ તેને જવા દે છે? જાે આ ડમ્પર ચાલક અકસ્માત સર્જે અને કોઇના ઘરનો મોભીનુ મોત થાય તો જવાબદાર કોણ?

 થોડા સમય અગાઉ પણ પાલીકાના કચરા કલેકશ કરનાર ડોર ટુ ડોર ના વાહને જલારામ નગર કારેલીબાગ ખાતે એક બાળકીને અડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન તેનું મોત નીપજયુ હતું. આ બનાવમાં પણ પોલીસની કામગીરી સામે શંકાઓ સેવાઇ રહી છે. જેથી પાલીકાનું ડમ્પર હોય કે પછી કોઇ પ્રાઇવેટ ડમ્પર હોય બધા માટે એક જ નિયમ હોવો જાેઇએ.

પોલીસનું જાહેરનામું પાલિકા માટે નથી ?

શહેર પોલીસ દ્વારા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાત્રી સમયે ઠેર ઠેર વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જાે રાહદારીઓ માટે રાત્રીના સમયે પોલીસ ચેકીંગ હાથ ધરે છે, તો ધોળાદિવસે શહેરમાં ફરતા પાલીકના નંબર પ્લેટ વગરના ડમ્પર દેખાતા નથી, આવા ભારદારી ડમ્પર અકસ્માત કરશે તો જવાબદાર કોણ ? કે પોલીસનું જાહેરનામું પાલીકા માટે નથી? - અભય જાદવ, જાગૃત નાગરિક