વડોદરા ,તા.૨૮

વૈષ્ણવ સંપ્રદાયમાં શ્રી ઠાકોરજીની સેવા પ્રણાલીમાં આવતો પ્રચલીત ઉત્સવ એટલે “જલેબી ઉત્સવ” શ્રીમદ્દ વિઠલેશપ્રભુચરણ, ગુંસાઈજી નાં પ્રાદુર્ભાવ એટલે કે પ્રાગટ્ય ઉત્સવને “જલેબી ઉત્સવ”ની વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભાવસભર ઉજવણી સંપન્ન થઇ હતી. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીની ઉપસ્થિતિ અને સાનિધ્યમાં વ્રજધામ ખાતે ભક્તિ સંગીત સંધ્યાની જાેરદાર રમઝટ જામી હતી જેમાં સમીર પ્રજાપતિ તથા વૃંદે કૃષ્ણભક્તિ ગીતોની રમઝટ જમાવી હતી. જગતગુરુ શ્રીમદ્‌ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના લાલજી (આત્મજ) શ્રી વિઠ્ઠલનાથજી (શ્રીગુસાંઈજી) નું પ્રાગટ્ય માગશર વદ નોમના દિવસે થયું હતું.ગુસાંઈજીનું નામ “શ્રીવિઠ્ઠલનાથજી” પંઢરપૂર માં બિરાજમાન એવા શ્રીવિઠોબાજીના નામથી સ્વયં શ્રીવિઠોબાજીની આજ્ઞાથી પાડવામાં આવ્યું હતું. ત્યારથી જ ગુંસાઈજી પ્રભુચરણના પ્રાદુર્ભાવ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી પોતાના મંગલ આશીર્વચન દરમ્યાન શ્રીગુસાંઇજીના દિવ્ય ચરિત્રને વર્ણવામાં આવ્યો હતો. સાંંજે “જલેબી મહોત્સવ” યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળા સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ પ્રસંગે મેયર કેયુર રોકડિયા , ભાજપા પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ , ડાॅ. હિતેન્દ્ર પટેલ અને કલ્પેશ પટેલ હાજર

રહ્યા હતા.