ઝાલોદ લીમખેડા તાલુકાના માંડલી ગામે ગતરોજ રાત્રીના સમયે એક દિપડો ગામમાં ગામના એક કુવામાં ખાબકી પડતાં વહેલી સવારે કુવા તરફ જતાં લોકોને આ દિપડો નજરે પડ્યા નજીકના વન વિભાગની ટીમને જાણ કરાતાં ટીમ દોડી આવી હતી અને અત્યારે આ દિપડાને બહાર કાઢવા રેશ્ક્યુ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. માંડલી ગામે ગતરોજ રાત્રીના સમયે એક દિપડો ખોરાકની શોધમાં આવી ચડ્યો હતો. આ દરમ્યાન દિપડો ગામના કુવામાં પડી જતાં વહેલી સવારે આ કુવા તરફ જતાં લોકોને આ દિપડો કુવામાં પડ્યો હોવાનું દેખાતા પ્રથમ પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસે નજીકના વન વિભાગને જાણ કરાતાં વન વિભાગની રેશ્ક્યુ ટીમ તાત્કાલિક માંડલી ગામે દોડી ગઈ હતી. કુવામાંથી હાલ દિપડાને બહાર કાઢવાની કામગીરી વન વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.