વડોદરા,તા.૨૮

શહેરના પાણીગેટ દરવાજા પાસે મુખ્ય માર્ગ પર આવેલ જર્જરિત મકાન ધરાશાયી થતા. દોડધામ મચી હતી.સદ્‌નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ મકાન ધરાશાયી થયું તેની ગણતરીની મિનિટો પહેલાં એક મહિલા ત્યાંથી પસાર થઈ હતી. આ ઘટના બનતા પાણીગેટ દરવાજાથી માંડવી તરફનો એક તરફનો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.ફાયર બ્રિગેડના લાશ્કરોએ ધરાશાયી થયેલા મકાનનો કાટમાળ ખસેડીને રસ્તો શરૂ કરાવ્યો હતો.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ પાણીગેટ પાસે મુખ્ય માર્ગ પર આવેલું એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. તેનો કાટમાળ રસ્તા પર પથરાયો હતો. આ ઘટનાને પગલે તુરંત સ્થાનિકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને રસ્તા પરનો કાટમાળ હટાવીને રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બેરીકેટ ગોઠવી મકાન પડેલા રસ્તા ઉપરનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ કરી દેવાયો હતો.રહીશોએ કહ્યુ હતુ કે, આ મકાન પડ્યું તેની ગણતરીની મિનિટો અગાઉજ એક મહિલા નજીકથી પસાર થઈ રહી હતી. સદભાગ્યે મહિલા બચી ગઈ હતી.જુનુ જર્જરીત મકાન ધરાશાયી થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. આ મકાનની બાજુમાં આવેલું અન્ય એક મકાન પણ જર્જરીત હાલતમાંં છે. તંત્ર દ્વારા આ પ્રકારના બાંધકામ સામે ત્વરિત કાર્યવાહી થવી જાેઇએ તેવી માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી હતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જર્જરીત મકાનને પાલિકા તંત્ર દ્વારા નિર્ભયતાની નોટીસ આપવામાં આવી હતી.જાેકે, મુખ્ય માર્ગ પર મકાન ધરાશાયી થવાની ધટનાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પાલિકાતંત્ર માત્ર નોટિસ ફટકારીને દર વખતે હાથ ઊંચા કરી દે છે

વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે જર્જરીત મકાનોનો સર્વે કરીને ધોકાદાયક હોંય તેવા મકાનોને નિર્ભયતાની નોટીસ આપવામાં આવે છે.પરંતુ આવા મકાનો ઊતારી લેવામાં આવતા નથી.અને ચોમાસાની ઋુતુમાં આવા કેટલાક મકાનો ધરાશાયી થવાની ધટના બનતી હોંય છે.ત્યારે પાલિકા દ્વારા આવા જર્જરીત મકાનના માલિકાોને માત્ર નોટીસ આપીને સંતોષ માનવામાં આવે છે.