વાઘોડિયા,તા.૧૧ 

વાઘોડિયા જી. આઈ. ડી. સી માં રેડિઅન્ટ પેરેન્ટેરલ લિમીટેડ કંપની દવા બનાવે છેઅગાઉ એક કામદાર કોરોના પોઝિટિવ આવતા કંપની માં સાથે કામ કરતા ૩૬ કામદારોનુ કોરોના ચેકઅપ વાઘોડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામા આવ્યુ હતુ. જેમા ૩૬ સેમ્પલીંગમાં ચકાસણી હાથ ઘરાતા ૬ જેટલા કામદારોના સેમ્પલ કોરોના છ સિન્ટમ્સ જણાઈ આવ્યા હતાં.જેમા કંપનીમા કામ કરવા આવતા અન્ય તાલુકાના ૫ અને વાઘોડિયા ગ્રામ્યના જાંબુવઈ ના ૧ કામદારનો રિપોર્ટ પોઝિટિવ આવતા કંપનીમા આજે ૬ કામદારો પોઝિટિવ સાથે કુલ ૭ કામદારો રેડિયન્ટ કંપનીમા કોરોના ગ્રસ્ત હોવાનુ સામે આવ્યુ છે. કોરોના ગ્રસ્તના સંપર્કમા આવેલ અન્ય કામદારોમા ફફડાટ ફેલાયો હતો. તાલુકા મથકે રોજગારી મેડવવા અન્ય તાલુકા મથકેથી ખાનગી વાહનોમા બેસી સફર કરતા અન્ય કંપનીમા કામકાજ અર્થે જતા લોકોમા ભય ફેલાયો છે. કંપનીએ કોરોના પોઝિટિવ કામદારોને ખાનગી વાહનમા લઈજઈ કોવિડ -૧૯ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવાની કામગીરી કરી હતી.જોકે મોટાભાગની કંપનીઓ શોશ્યલ ડિસ્ટેન્સ, ફરજ દરમ્યાન માસ્ક, થર્મલગનથી ચેકઅપ, સેનેટાઈઝર થી હાથ સાફ કરવા વગેરે બાબતોની ગંભીરતા દાખવવામા બેદરકારી દાખવતા હોવાનુ પણ સામે આવ્યુ છે.ત્યારે પોઝિટિવકામદારોના સંપર્કમા આવેલ અન્ય વ્યક્તીઓની તપાસ શરુ કરી જરુર પડે યોગ્ય સારવાર આરોગ્ય વિભાગ તરફથી આપવામા આવશે.