વલસાડ, સુરતના હજીરાથી એક ટેન્કરમાં પેટ્રોલ અને ડીઝલ ભરીને ટેન્કરનો ચાલક કમલેશ કુમાર યાદવ રહે.અતુલ તા.જી.વલસાડ મૂળ રહે.યુપી જેઓ ખેરગામ ધરમપુર રોડ ઉપરથી સાંજે સાડા ચારેક વાગ્યાના સુમારે ટેન્કર લઈને પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન ભૈરવી ગામના તાડ ફળીયા ખાતેથી પસાર થતી વેળા ધરમપુર તરફથી આવી રહેલી એક બાઈકનો ચાલક કારને ઓવરટેક કરવા જતાં ટેન્કરના ચાલકે સામે બાઇકવાળાને બચાવવા જતા ટેન્કર એકાએક પલટી મારી ગયું હતું.પેટ્રોલ ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારતા લોકો ઘટના સ્થળે દોડી આવી ટેન્કર માંથી નીકળતું ડીઝલની લૂંટ પણ લોકોએ ચલાવી હોવાનું ઘટના સ્થળેથી જાણવા મળ્યું હતું.ખેરગામ પોલીસ મથકે જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે ઘસી ગયો હતો.ડીઝલ અને પેટ્રોલ ભરેલું ટેન્કર ઊંધું વળી જતા અંદર ભરેલું ડીઝલ અને પેટ્રોલ ખાસ્સું નીચે ઢોળાઈ ગયું હતું.જાેકે આ ઘટનામાં ટેન્કરના ચાલકનો આબાદ બચાવ થયો હતો.ઘટના સ્થળે પહોંચેલા એ.એ.સાઈ દેવાભાઈ દહવાડે જણાવ્યું કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી,પરંતુ પેટ્રોલ ડીઝલ નીચે ઢોળાયેલ હોવાથી કોઈ અકસ્માત ન બને તે માટે પોલીસ જવાનો ઉભા કરાયા હતા.