અમદાવાદ-

હાલમાં જ લવજેહાદના કાયદાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જે લવજેહાદ કાયદાની અમૂક કલમો સામે HC ની રોક લગાવવામાં આવી છે. જે લવ જેહાદની કલમ 3, 4, 5 અને 6 ના સુધારા સામે HC ની રોક લગાવવામાં આવી છે. જે લોભ લાલચ પૂરવાર કર્યા સિવાય FIR કરવામાં આવશે નહીં. આ ઉપરાંત આંતરધર્મિય લગ્ન સામે ફરિયાદ થઈ શકશે નહિ. ત્યારે આ HC ના લવજેહાદ કાયદા પર કાયદાકીય અવલોકન કરવામાં આવી રહ્યું છે.

જો કે ગુજરાત સરકાર પણ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની જેમ લવજેહાદનો કાયદો પસાર કર્યો છે. જે વિધાનસભાના બજેટ સત્રના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003માં સુધારો કરીને કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને આ અંગે કાયદો લાવવામાં આવ્યો હતો. જોગવાઈ મુજબ કસુરવાન વ્યક્તિને ઓછામાં ઓછી ત્રણ વર્ષની અને વધુમાં વધુ પાંચ વર્ષની સજા-2 લાખની ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવશે. જો આ પ્રકારનો ગુનો સગીર અથવા અનુસૂચિત જાતિ-આદિ જાતિની વ્યક્તિના કિસ્સામાં બન્યું હશે તો 4 વર્ષથી 7 વર્ષ સુધીની સજા અને 3 લાખથી ઓછો નહીં તેટલો દંડ કરવામાં આવે છે.

લવજેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલા લેવામાં આવશે કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક થી ઉતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં તેવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે. નવી કલમ-4થી કોઈ વ્યક્તિના લગ્ન કરાવીને અથવા કોઈ વ્યક્તિને લગ્ન કરાવવામાં મદદ કરીને ધર્મ પરિવર્તન એકમાત્ર હેતુના સંબંધમાં શિક્ષાની જોગવાઇ કરવામાં આવી છે. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન દ્વારા લગ્ન સંસ્થા અને સંગઠને કરેલા ગુના સાબિત થાય તેવા કિસ્સામાં બિન જામીનપાત્ર ગુનો બનશે.