સુરત-

શહેરમાં કોરોના સંક્રમણના કારણે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. સુરતની વિવિધ સ્કૂલો અને કોલેજાેમાં કોરોનાના પોઝિટિવ કેસો સામે આવતા વાલીઓ ચિંતિત બન્યા છે. જ્યારે વહીવટી તંત્ર પણ હરકતમાં આવતા મ્યુનિસિપલ કમિશનરે ૨ સ્કૂલો અને ૧ કોલેજને ૧૪ દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

સુરતની સૂમુલ ડેરી રોડ સ્થિત સીડી બરફીવાલા કોલેજમાં ૧૦ વિદ્યાર્થીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે સંત નામદેવનગર પ્રાથમિક શાળાના ૬ અને સંત નચિકેતા પ્રાથમિક શાળાના ૪ વિદ્યાર્થીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ૧૪ દિવસ માટે સ્કૂલ અને કોલેજને બંધ કરવાનો ર્નિણય લેવાય છો. જણાવી દઈએ કે, શહેરમાં છેલ્લા બે અઠવાડિયામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં પણ સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ સુરત શહેરમાંથી સામે આવી રહ્યાં છે. સુરતની શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના ટેસ્ટિંગ દરમિયાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત મળી રહ્યાં છે.

સુરત કોર્પોરેશનના સ્વાસ્થ્ય વિભાગે સ્કૂલ, કૉલેજાે અને ટ્યૂશન ક્લાસીસમાં વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ શરૂ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. શૈક્ષણિક સંસ્થાઓને કોરોનાના સુપર સ્પ્રેડર બનતી રોકવા માટે કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. જ્યારથી સ્કૂલ અને કોલેજાે શરૂ થઈ છે, ત્યારથી શહેરમાં કોરોનાના કેસો વધવાની શરૂઆત થઈ છે.