શહેર- જિલ્લામાં ૭૫ હજારથી વધુ પરીક્ષાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ નાં વિવિધ પ્રવાહમાં પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્વો સીસીટીવી થી સજ્જ કરવામાં આવ્યા છે. અને કડક સુરક્ષા વ્યવસ્થાનાં પગલે પરીક્ષામાં કોઇપણ ગેરરીતી ને રોકવા તમામ પ્રકારનાં પગલાઓ લેવામાં આવ્યા છે. તેમ છતા છેલ્લી ધડીએ કોઇ પરીક્ષાથી ગેરરીતી માટે કોઇ મન બનાવ્યુ હોય તો તેવા પરીક્ષાર્થીઓ માટે પશ્ચાતાપ બોક્ષ મુકવામાં આવ્યા છે. જેથી છેલ્લા સમયે પરીક્ષાર્થી તેનો ઉપયોગ કરી શકે છે. ધોરણ ૧૦ની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૮ માર્ચ સુધી ચાલશે. અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૪ માર્ચથી ૨૯ માર્ચ સુધી ચાલશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ૧૪ થી ૨૫ માર્ચ સુધી ચાલશે.