વડોદરા, તા.૯

કેનરા બેન્ક અમદાવાદ મુખ્ય કાર્યાલય દ્વારા બે દિવસીય લૉનમેળાનું આયોજન સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું હતું. આ મેળાનો શુભારંભ મહાપ્રબંધક એન. સીતારામા સૌમાયા પ્રધાન કાર્યાલય બેંગલુરુ તેમજ અંચલ પ્રમુખ શંભૂલાલ દ્વારા કરવામાં આવ્યો હતો. રિટેલ લૉનમેળામાં અમદાવાદ અને ગાંધીનગરના તમામ પ્રતિષ્ઠિત બિલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળાનો મૂળ ઉદ્દેશ ગ્રાહકોને બિલ્ડરો સાથે સીધા જાેડવા અને કેનરા બેન્કની હોમલૉન આકર્ષક વ્યાજદરની સાથેની માહિતી આપવાનો છે. રિટેલ લૉનમેળા દરમિયાન મહાપ્રબંધક શંભૂલાલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, બેન્કના હોમલૉનની આકર્ષક યોજના, આકર્ષક વ્યાજદરની સાથે તેમજ બિલ્ડર્સ માટે પરિયોજના લૉનની વિસ્તૃત ચર્ચા કરી હતી.