ગાંધીનગર એક તરફ રાજ્યમાં મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે હવે ગૃહિણીઓનું આર્થિક બજેટ પણ ખોરવાય તેવું લાગી રહ્યું છે. કેમ કે પેટ્રોલ ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં પણ ધરખમ વધારો થતા સામાન્ય જનતાને રોવાનો વારો આવ્યો છે. શહેરમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. જેથી શહે શું ખાવું એ મુશ્કેલ બન્યું છે એક તરફ ઘરેલું ગેસની કિંમતોમાં વધારો થયો છે ત્યારે હવે શાકભાજી પણ મોંઘુ થતા ગરીબર અને મધ્યમ વર્ગને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસા ભાવ પર નજર કરવામાં આવે તો ડુંગળીના  રૂપિયા ૨૦થી ૩૦ હતા જે વધીને ૮૦ થયા છે તો બટાકા  રૂપિયા ૩૦ જૂનો ભાવ હતો તે ૪૦ થી ૬૦ રૂપિયાએ પહોંચ્યો છે.જ્યારે કોથમીર ૩૦ રૂપિયાથી વધીને ૧૨૦ રૂપિયા, ગવાર ૬૦ થી વધીને ૧૦૦ રૂપિયા, મરચા ૪૦ થી વધીને ૫૦ રૂપિયા, ચોળી ૭૦થી વધીને ૧૨૦, ભીંડા ૩૦ થી ૪૦ રૂપિયાથી વધીને ૬૦ રૂપિયા થયો છે. જ્યારે વાલોર ૬૦ રૂપિયાથી વધીને ૧૦૦ રૂપિયા અને આંદુ, ૮૦ રૂપિયા જ્યારે ટામેટાં ૪૦ રૂપિયાથી વધીને ૮૦ રૂપિયા કિંમતે મળી રહ્યા છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો ઝીંકાતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવું લાગી રહ્યું છે કેમ કે રસોડામાં વપરાતા શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. કોરોના કાળમાં વિશ્વમાં મંદી જેવો માહોલ છે ત્યારે વધતા શાકભાજીના ભાવોએ ગૃહિણીઓની ચિંતા વધારી છે જાેવામાં આવે તો ડુંગળી, બટાટા, ટામેટાં, રિંગણ સહિત લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. તો બીજી તરફ કઠોર ગણાતા મગ, તૂવેરદાળ, ચણા જેવી કઠોરમાં પણ ભાવ વધારો જાેવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યા છે લ્લા પાંચ દિવસા ભાવ પર નજર કરવામાં આવે તો ડુંગળીના  રૂપિયા ૨૦થી ૩૦ હતા જે વધીને ૮૦ થયા છે તો બટાકા  રૂપિયા ૩૦ જૂનો ભાવ હતો તે ૪૦ થી ૬૦ રૂપિયાએ પહોંચ્યો છે.જ્યારે કોથમીર ૩૦ રૂપિયાથી વધીને ૧૨૦ રૂપિયા, ગવાર ૬૦ થી વધીને ૧૦૦ રૂપિયા, મરચા ૪૦ થી વધીને ૫૦ રૂપિયા, ચોળી ૭૦થી વધીને ૧૨૦, ભીંડા ૩૦ થી ૪૦ રૂપિયાથી વધીને ૬૦ રૂપિયા થયો છે. જ્યારે વાલોર ૬૦ રૂપિયાથી વધીને ૧૦૦ રૂપિયા અને આંદુ, ૮૦ રૂપિયા જ્યારે ટામેટાં ૪૦ રૂપિયાથી વધીને ૮૦ રૂપિયા કિંમતે મળી રહ્યા છે. જીનવજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો ઝીંકાતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાય તેવું લાગી રહ્યું છે કેમ કે રસોડામાં વપરાતા શાકભાજીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે.